________________
સાડત્રીસમું ] આ દેવસૂરિ
૨૬૫ વધમાનસૂરિના આ ચક્રેશ્વરસૂરિને અર્પણ કર્યું.'
(જેન પુસ્તક પ્રસં૦,પ્ર. ૩) ૧. મડાહડગચ્છ પટ્ટાવલી આ ચકેશ્વરસૂરિ અને શેઠ સિદ્ધદેવ બંને થારાપદ્રગચ્છના અને બંને મડાહડન હતા. આથી માનવું પડે છે કે, થારાપદ્રગછના આ૦ વર્ધમાનસૂરિના શિષ્ય આ ચકેશ્વરસૂરિથી મડહડગછ શરૂ થયા.
પ્રતિમાલેખને આધારે જણાય છે કે, મડાહડગચ્છ એ વટેશ્વર ગચ્છની શાખા છે. સાધારણ રીતે વડગચ્છ અને વટેશ્વરગચ્છ એક મનાય છે, તેથી તે વડગચ્છની શાખારૂપે નેંધાયો છે. ખાસ નેંધપાત્ર ઘટના એ છે કે, આ સંવિજ્ઞવિહારી ગ૭ (સં. ૧૧૮૭, સં. ૧૩૩૫, સં. ૧૩૩૭, સં. ૧૩૩૮) હતે. સં. ૧૩૩પ અને સં૦ ૧૩૭૦, સં. ૧૩૭૧, સં૦ ૧૩૮૭ના પ્રતિમાલેખમાં મીય અને મહાયજીના સ્પષ્ટ ઉલ્લેખે મળે છે. એટલે એ વાત ચોક્કસ થાય છે કે, વટેશ્વર ગછના આ ચકેશ્વરસૂરિથી મડાહડગચ્છ શરૂ થયે.
(–પ્રાચીન જેનલેખસંગ્રહ ભાગ ૨, લેખાંક : ૧૮૪, ૨૮૪, ૨૧, ૨૯૨, પપ૦; અબુંદ પ્રાચીન જૈનલેખસંદેહ,
લેખાંક: ૧૧૪, ૨૯૭, ૫૪૩) મડાહડગચ્છની ઘણું પરંપરાઓ ચાલી છે. તેમજ તેમાંથી રત્નપુરા, જખડિયા, જાલોર વગેરે શાખાઓ નીકળી છે.
ચંદ્રગચ્છના આ હારિલસૂરિથી હારિલશાખા નીકળી, જેનું બીજું . નામ હારિજગચ્છ સંભવે છે. (-પ્રક. ૨૭, પૃ. ૪૪૭ થી ૪૯૨)
તે પરંપરાના આ૦ વટેશ્વર ક્ષમાશ્રમણે ગુજરાતમાં આવીને નવા જેનો બનાવ્યા અને તેમને પરિવાર “વટેશ્વરગચ્છ ” નામથી જાહેર થયે. ઘણા વિદ્વાને વટેશ્વરગચ્છ અને વડગચ્છને એક સમજી લે છે. આ ગચ્છની એક શ્રમણ પરંપરા થારાપદ્રમાં વિચરતી હતી, જે થારાપદ્રગચ્છ તરીકે વિખ્યાત થઈ હતી. થારાપદ્રગચ્છની એક પરંપરા આ પ્રમાણે મળે છે
?
३४
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org