________________
૧૨ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ
ચંદ્રકુળના સુવિહિત આ અભયદેવસૂરિએ સં૦ ૧૧૨૦ લગભગમાં મૂળ નવ અંગે, પંચાગ વગેરેની વૃત્તિઓ બનાવી છે જેનું સંશોધન શ્રી દ્રોણાચાર્ય પાસે કરાવ્યું હતું. એવા એ વિદ્યુત શ્રતધર હતા. શ્રી દ્રોણાચાર્યે સં૦ ૧૧૪૯ માં ઘનિર્યુક્તિની વૃત્તિ રચેલી છે તેમાં તેમની વિદ્વત્તાને પરિચય મળે છે. તેમણે ઘણાયે ચૌહાણે અને સોલંકીઓને જેન બનાવ્યા હતા.
આચાર્યશ્રીને જીવન વિશે વિશેષ હકીકત જાણવા મળતી નથી, પણ એટલું ચોક્કસ છે કે, તેઓ એમના સમયમાં બહુમાન્ય આચાર્ય હતા. તેમને સમય સં. ૧૦૬૦ થી સં૦ ૧૧૪૫ સુધીને કલ્પી શકાય. તેમની પાટે પ્રસિદ્ધ વાદી આ૦ સૂરાચાર્ય થયા, જેઓ સંસારી સંબંધમાં તેમના ભત્રીજા થતા હતા.
(–પ્રભાવકચરિત્ર, નવાંગવૃત્તિની પ્રશસ્તિઓ) ગુજરાતના રાજા દુર્લભરાજ અને નાગરાજ–બંને ભાઈઓ નાડેલના ચૌહાણ રાજા મહેદ્રની બે સગી બહેનોને પરણ્યા હતા. એટલે નાડોલના ચૌહાણ રાજાને ત્યાં ભીમદેવનું મેસાળ ગણાય. ત્યાં સંગ્રામસિંહ અને દ્રોણસિંહ નામે બે ચૌહાણ ભાઈઓ હતા. તે પિકી દ્રોણસિંહ તે બચપણથી જ જૈન સાધુ બની દ્રોણાચાર્યની ખ્યાતિ મેળવી ચૂક્યા હતા. સંગ્રામસિંહને પુત્ર મહીપાલ તીવ્ર
૧. “એણિજુતિ ની ગ્રંથામ સંખ્યાની નોંધ જુદી જુદી મળે છે તે આ પ્રમાણે– (ક) ગ્રંથાગ્ર : ૧૧૬૪ (૧૧૭૦)
--પ્રક૬, ૫૦ ૧૨૩. (ગ) ગ્રંથાગ્ર ઃ ૧૧૩૨, સં૦ ૧૧૫૪ માં લખાયેલી પ્રતિ.
(જૂઓ, જૈન પુસ્તકપ્રશસ્તિસંગ્રહ, પુપિકાઃ ૭) (इ) एकारसहि सएहिं अट्ठहि अइएहिं सम्मत्ता ।।
ग्रन्थाग्रं प्रत्येकातः । गाथा ॥ संवत् ११८१ ज्येष्ठ, कृष्ण १३ शनी मुनिचन्द्रसाधुना लिखितेति ।
(-જૈન પુસ્તક પ્રશસ્તિ સંગ્રહ, પુપિકા: ૨૬) આ સ્થિતિમાં ગ્રંથાગ ચોક્કસ થઈ શકે એમ નથી. અમે સમકાલીનતાને વિચાર કરી અનુમાન કર્યું છે કે એથનિર્વતિની રચના સં૦ ૧૧૪૯ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org