________________
૫૧૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ મહારાજના આશીર્વાદથી એક બાળકને જન્મ આપે, જેનું નામ
દુહકુમાર રાખવામાં આવ્યું. - નાણાવાલગચછના આ૦ જયસિંહ તથા તેમના શિષ્ય યતિ રાજ. ચંદ્ર, જેઓ પરકાયપ્રવેશિની વિદ્યાના જાણકાર હતા. તે સાધુ પરિવાર સાથે વિહાર કરતા સં૦ ૧૧૪૧ માં દંતાણી ગામમાં આવ્યા. શેઠ કોણે પિતાને ગેહકુમાર તેમને વહોરા. સંઘે શેઠ દ્રોણને અનર્ગલ ધન આપી સત્કાર કર્યો. * - આચાર્યશ્રીએ દુહકુમારને લઈને ખંભાત તરફ વિહાર કર્યો. ખંભાતમાં અરબસ્તાનને કરોડપતિ વેપારી સાદિકને આચાર્યશ્રીએ ભેજપત્ર ઉપર યંત્ર લખી આપ્યો હતો. તેનાથી તેને પુત્રની પ્રાપ્તિ થઈ. આથી તેણે આચાર્યશ્રીને ઘણું ભેટશું આપ્યું. સેનાની પાલખી પણ સમર્પણ કરી. ' સં૦ ૧૧૪૬ના પિષ સુદિ ૩ ના દિવસે ખંભાતમાં જ ગોદુહને દીક્ષા આપી તેનું નામ મુનિ આર્ય રક્ષિત રાખ્યું. ગુરુજીએ તેને વ્યાકરણ વગેરે ભણવી શાસ્ત્રજ્ઞાન આપ્યું. યતિ રાજચંદ્ર મંત્ર-તંત્ર અને કાયપ્રવેશિની વિદ્યા આપી. ગુરુએ સં. ૧૧૫૯ના મહા સુદિ ૩ ના રોજ પાટણમાં આચાર્ય પદ આપ્યું. તે પછી તેઓ આર આર્ય રક્ષિતસૂરિ નામથી પ્રસિદ્ધિ પામ્યા. જ્યારે તેમણે આગમનું મનન કરવા માંડ્યું ત્યારે તેમને જણાયું કે, અત્યારનું સાધુજીવન શિથિલ છે. એટલે તેમણે ગુરુની આજ્ઞા મેળવી પિતાના મામા મુનિ શીલગુણની સાથે પૂનમિયાગચ્છની નિશ્રા સ્વીકારી. | સં૦ ૧૧૫૯ના માહ સુદ ૫ ના રોજ ક્રિયેદ્ધાર કર્યો અને ફરી દીક્ષા લઈ ઉપાય વિજયચંદ્ર નામ રાખ્યું. તેઓ વિહાર કરીને પાવાગઢ આવ્યા, ત્યાં તેમણે તપસ્યા કરી તેથી કાળીદેવી તેમને સહાયક થઈ પછી તેઓ ભાલેજ આવ્યા. ત્યાં શેઠ યશધવલ ભણશાળી જૈન હોવા છતાં અજૈન જે બની ગયે હતો. તેને તેમણે ચમત્કાર બતાવી કુટુંબ સહિત જેન બનાવ્યો.
સં. ૧૧૬૯ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે તેમણે ભાલેજમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org