________________
૫૪૪ જેન પરંપરાને ઇતિહાસભાગ રજે [ પ્રકરણ માટે પં, જયસુંદરે સ. ૧૬૪૦ ના આ સુત્ર ૩ ના રોજ દેકાપુરમાં ગ્રંથ લખાવ્યું હતું.
(પ્ર. ૪ર૩, ૬૩૩) ૮. ભ૦ કુલવર્ધનસૂરિ. ૯. પં૦ જયરત્નમણિ (પં. જયસુંદર ગણિ). ૧૦. ઋષિ દેવરત્નજી. ૧૧. ઋષિ વિનયરત્નજી તે સં. ૧૯૬૧માં વિદ્યમાન હતા.
(પ્રશ૦ નં૦ ૬૫૫.) આ. સિહદત્તપણે આ૦ સેમદેવ (સં. ૧૫૭૩), આગમગચ્છના ભ૦ સિંહરત્નસૂરિ–સં. ૧૮૨૧માં પાટણના શેઠ કચરા કીકાએ કાઢેલા શત્રુંજયના સંઘમાં સાથે હતા.
(–જેનસત્યપ્રકાશ, ક્રમાંક : ૯૪ થી ૯૮) ચતુર્દશીશાખા–
જૈન શ્રમણસંઘના નાગૅક, ચંદ્ર, નિવૃતિ અને વિદ્યાધર એમ ચાર શ્રમણકુળ અને તેને પટાગો મેટે ભાગે વિ. સં.૧૦૦૦ લગભગમાં ચિત્યવાસી બની ગયા હતા. શ્રી દ્રોણાચાર્ય, સૂરાચાર્ય, ગોવિંદાચાર્ય, શાન્તાચાર્ય, વીરાચાર્ય વગેરેનું ચરિત્ર તપાસીએ તો સ્પષ્ટ થાય છે કે, તેઓ વિદ્વાન, શાસ્ત્રજ્ઞ, અનેકાંતને યથાર્થ વ્યવસ્થાપક, વિવેકી, આપસ-આપસમાં પ્રેમવાળા અને ધર્મરક્ષામાં સદા ઉદ્યશીલ હતા. ઉત્સવ હાય, યાત્રા હોય કે પ્રતિષ્ઠા હેય તે સૌ મળીને ધર્મપ્રભાવના કરતા હતા. તેથી તેઓ નવા જેને બનાવી શકતા અને જેન થયેલાને વધુ સ્થિર અને દઢ બનાવી શકતા હતા. તેઓ ધર્મ ઉપર થતા આકમણને એક સાથે મળી સામને કરતા હતા. તેઓ ૪ સંઘ, ૭ ક્ષેત્ર, તથા ધર્મસ્થાને, ધર્મદાય વગેરેની પૂરી રક્ષા કરતા હતા. તેઓ બધી રીતે શાસનને વફાદાર રહી ધર્મની રક્ષા કરતા રહેતા. છેલ્લે તેઓ અનશન લઈને આત્મકલ્યાણ પણ સાધતા હતા. તેઓમાં આચારશુદ્ધિ હતી, વિચારશુદ્ધિ પણ રહેતી. માત્ર વ્યવહારશુદ્ધિ નહોતી. એટલે કે તેઓ શિથિલ હતા. એ તેમની માટી ઊણપ હતી, જેને દૂર કરવાની અનિવાર્ય આવશ્યકતા હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org