________________
૫૩૪
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ ૮૨ યતિઓ, ૫ મહત્તરાઓ, ૧૧ પ્રવત્તિનીઓ અને પ૭ સાધ્વીએ હતાં. એ સૌમાં મહેક રત્નસાગરજી મુખ્ય હતા. તેઓ વિદ્વાન, વાદી અને મધુરભાષી હતા.
તેમના સમયમાં મૂર્તિશાખા, ચંદ્રશાખા, કીર્તિશાખા અને વર્ષ માનશાખા નીકળી.
તેઓ સં. ૧૬૭૦ ના ચૈત્ર સુદિ ૧૫ ની સવારે પ્રભાસપાટણમાં પદ્માસન લગાડીને સ્વર્ગસ્થ થયા.
૫૮. આ. કલ્યાણસાગરસૂરિ–લેલાડાના શ્રીમાળી ના નિગ કેકારીની પત્ની નામિલાદેએ સં. ૧૬૩૩ ના અષાડ સુદ ૨ ને ગુરુ વારે રાતના આદ્ર નક્ષત્રમાં કેડિનકુમારને જન્મ આપ્યું. તે પાંચ વર્ષની ઉંમરે તેના પિતા સાથે શ્રીધર્મમૂર્તિ આચાર્યને વંદન કરવા જતો હતો ત્યારે આચાર્યશ્રીના મેળામાં બેસી જતે, તેમની મુહપત્તિથી રમત. આ બધાં લક્ષણે જોઈ તેના પિતાએ એ પુત્ર આચાર્યશ્રીને વહોરાવી દીધો. આચાર્યશ્રીએ તેને સં૦ ૧૬૪૨ ના વૈશાખ સુદિ ૩ ના દિવસે ધોળકામાં દીક્ષા આપી. સં. ૧૬૪૪ ના માહ સુદિ પ ના રોજ પાલીતાણામાં વડી દીક્ષા આપી. સં. ૧૯૪૯ ના વૈશાખ સુદિ ૩ ના રોજ અમદાવાદમાં આચાર્ય પદ આપ્યું. ઉદયપુરના સંઘે સં. ૧૬૬૯ માં યુગપ્રધાનપદ આપ્યું.
તેમના ઉપદેશથી શેઠ વર્ધમાન પદમશીએ સં. ૧૯૫૦માં ૩૨ લાખ કોરી ખરચી ભદ્રેશ્વરથી શત્રુંજયને છરી પાળતે તીર્થયાત્રા સંઘ કાઢો. શત્રુંજય પર બે દેરાસરોને પાયે નાખે. સં. ૧૬૭૫ માં, સં. ૧૬૭૬ના ફાગણ સુદિ ૨ ના રોજ તે બંને–શ્રીશ્રેયાંસનાથ અને શ્રી શાંતિનાથનાં બે દેરાસરની પ્રતિષ્ઠા અને અંજનશલાકાએ કરાવી.સં. ૧૬૭૬ માં, સં૦ ૧૬૭૮ માં જામનગરમાં છૂતકલેલ પાર્શ્વનાથના દેરાસરમાં ચાંદીના દરવાજા કરાવ્યા. ભદ્રેશ્વરમાં માણેક અને નીલમની ચાર પ્રતિમાઓ ભરાવી, ઉજમણું કર્યું, સાધમિકેને ઉદ્ધાર કર્યો.
શેઠ રાજશી નાગડાએ સં. ૧૬પ૦ માં શત્રુંજય ઉપર દેરાસર ને પાયે નાખે. સં. ૧૬૭૫ માં તેમાં દોઢ લાખ ખરચી ભ૦ શાંતિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org