________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૩૫ નાથની પ્રતિષ્ઠા કરાવી. સં. ૧૬પર માં તેણે શત્રુંજયનો સંઘ કાઢો હિતે. શાનેણસીએ જામનગરમાં બે લાખ કેરી ખરચીને શા. રાજશી તેજશીએ બંધાવેલા મંદિરમાં સં. ૧૬૭૮ માં સંભવનાથને ચૌમુખપ્રાસાદ-ગભારો બનાવ્યા.
આગરાના મંત્રી કુંરપાલ-સોનપાલ લોઢાએ સં. ૧૯૭૧ ના વૈશાખ સુદિ ૩ ના રોજ આગરામાં ભ૦ શ્રેયાંસનાથ અને ભ૦ મહાવીરસ્વામીનાં બંને દેરાસરની પ્રતિષ્ઠા કરાવી અને ૪૫૦ પ્રતિમા એની અંજનશલાકા કરાવી, મેટો ઉપાશ્રય બંધાવ્યું. મેગલ સમ્રાટ જહાંગીર તે મંદિરેકને તેડવા આવ્યો હતો, પણ આચાર્યશ્રીએ પ્રતિષ્ઠા કરેલા ભ૦ મહાવીરસ્વામીની પ્રતિમાને ધર્મલાભ અને આશીર્વાદ સાંભળી ચમત્કાર પામી પ્રભુને તેમજ આચાર્યશ્રીને નમસ્કાર કરીને ચાલ્યા ગયે. એમ કહેવાય છે કે, નાગની ફણા ઉપર પ્રતિમાલેખોમાં રાજા તરીકે સમ્રાટ જહાંગીરનું નામ ઉત્કીર્ણ કર્યું, તે દેખીને જહાંગીર ખૂબ પ્રસન્ન થયે. લેઢા મંત્રીઓએ શત્રુંજયને છરી પાળતા યાત્રાસંઘ કાઢ્યો. ભૂજના રા” ભારમલજીએ આચાર્યશ્રીના મંત્રિત પાણીથી વાયુમુક્ત થતાં માંસાહાર છોડ્યો હતો અને રાજવિહાર જિનાલય બંધાવ્યું હતું. વળી, કચ્છમાં પર્યુષણના આઠ દિવસ માટે દર સાલ માટે અમારિપટ વજડા. ભૂજના શ્રીસંઘે ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથનું મોટું દેરાસર બંધાવ્યું. પાટણના સાળવી સંઘે સં૦ ૧૭૧૫ માં આ૦ કલ્યાણસાગરસૂરિની જીવંત ચરણપાદુકાઓ બનાવી દેરાસરમાં સ્થાપન કરી.
આ૦ કલ્યાણસાગરસૂરિએ “શ્રી શાંતિનાથચરિત્ર, સુરપ્રિયચરિત્ર, વિવિધ છંદમાં ચિત્રમય જિનતેત્ર તેમજ ગેડી પાર્શ્વનાથનાં સહસ્ત્રનામામય સ્તવન”ની રચના કરી છે.
તેમના પરિવારમાં ૧૧ મહોપાધ્યાયે, ૧૧૩ સાધુઓ, ૨૨૮ સાધ્વીજીઓ હતાં.
તેઓ સં. ૧૭૧૮ ના વૈશાખ સુદિ ૩ ના સૂર્યોદય થતાં ભૂજમાં કાળધર્મ પામી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org