________________
૫૩૨
જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજો [ પ્રકરણ હાથે દીક્ષા અપાઈ હતી.
તેમને સં. ૧૫૬૦ માં માંડલમાં આચાર્યપદ-ગચ્છનાયકપદ મળ્યું હતું. તેઓ સં. ૧૫૮૩ માં ખંભાતમાં સ્વર્ગસ્થ થયા હતા. તેમણે પ્રાકૃતમાં “વીરવંશપટ્ટાવલી (ગા) : ૨૩૧) બનાવી છે. તે મોટા પ્રભાવક હતા.
તેમના ઉપદેશથી ઘણું અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ હતી.
તેમના સમયે અચલગચ્છના બીજા શાખાચાર્યો આ સુવિહિત, આ૦ સુમતિરત્ન વગેરે વિદ્યમાન હતા.
પ૬. આઠ ગુણનિધાનસૂરિ–તેઓ પાટણના શેઠ નાગરાજ શ્રીમાલીની પત્ની લીલાદેવીની કૂખે સં. ૧૫૫૮ માં જન્મ્યા હતા. તેમનું નામ એનપાલ. તેમને સં૦ ૧૫૫૨ માં દીક્ષા અપાઈ. સં. ૧પ૬પ માં ખંભાતમાં આચાર્ય પદગચ્છનાયકપદવી મળી. તેમનું સં. ૧૬૦૨ માં અમદાવાદમાં સ્વર્ગગમન થયું હતું.
તેમના ઉપદેશથી ઘણું અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠાઓ થઈ હતી.
તેમના શિષ્ય આ ધર્મભૂતિએ સં. ૧૬૧૭ માં આ૦ મેરુ તંગસૂરિકૃત “અચલગચ્છની પટ્ટાવલી ની અનુપૂતિ કરી.
આ ગુણનિધાનસૂરિને શ્રાવક શ્રીરંગ ચેધરી અલવરમાં રહેતા હતો. તેની પત્ની શ્રાવિકા રંગશ્રી સં. ૧૫૮૬માં અલવરમાં હતી.
૫૭. આ ધર્મભૂતિસૂરિ–ખંભાતના હંસરાજ એશવાલને પત્ની હાંસીએ સં. ૧૫૮૫ ના પિષ સુદિ ૮ ના રોજ ધર્મદાસને જન્મ આપ્યો. આ૦ ગુણનિધાને તેને સં. ૧૫૯ માં દીક્ષા આપી, ધર્મભૂતિ મુનિ એવું નામ રાખ્યું. સં. ૧૬૦૨ માં અમદાવાદમાં આચાર્યપદ આપ્યું. અબુદાદેવીએ તેમને નૈષ્ઠિક બ્રહ્મચારી જાણ વિદ્યાઓ આપી. અમદાવાદના શ્રીસંઘે તેમને સં૦ ૧૬૨૯માં ગપ્રધાનપદ આપ્યું.
તેઓ ઉગ્ર વિહારી હતા. તેમણે સમેતશિખરની ત્રણ વાર યાત્રાઓ કરી. સં. ૧૬૧૫ માં શત્રુંજય ઉપર કિયેદ્ધાર કર્યો.
તેમના ઉપદેશથી ઘણી અંજનશલાકાઓ અને પ્રતિષ્ઠા થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org