________________
પ૨૪ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ભ૦ ગુણપ્રભને આપ્યો. ભટ્ટારકે તેને સં૦ ૧૨૧માં દીક્ષા આપી.
અજિતસિંહ મુનિ નામ આપ્યું. તે પણ આ૦ સિહપ્રભની સાથે ચૈિત્યવાસી બની ગયા હતા. તે પાલખીમાં બેસતા, છડી, ચામર અને સુભટે રાખતા હતા.
તેઓ રૂપાળા હતા. મંત્રવાદી પણ હતા. તેમણે મહાકાલીની સાધના કરી હતી. પૂરણચંદ સાલવીએ શત્રુંજયને સંઘ કાઢો હતું, તેમાં તેઓ સાથે ગયા હતા ત્યારે સમરસિંહ ચાવડાએ તેમને લૂંટી લીધા હતા. ભટ્ટારકે મહાકાળીની સહાયથી તેને ખંભિત કરી હિંસા તેમજ લૂંટની પ્રતિજ્ઞા કરાવીને છેડ્યો હતો. - તેઓ સં. ૧૩૧૬માં જાલોરમાં ભટ્ટારક બન્યા. તેમણે પાટણમાં પિતાના ૧૫ શિષ્યોને ઉપાધ્યાય બનાવ્યા. - આ સમયે સં૦ ૧૪૮૫માં રૂપા શેઠે બેણપમાં કૂ બનાવ્યા પણ તેમાં પાણી ન આવ્યું. દેવીએ તેના પૌત્ર કાનજીનું બલિદાન માગ્યું. શેઠ સાંજે મહાજન સાથે કુવા નજીક ગયા અને કુમાર કાનજીને કૂવામાં પારણામાં સુવાક્યો. સવારે જોયું તો કૂવે પાણીથી ભરાઈ ગયો અને બાળક તેમાં રમતે જીવતા નીકળે. (પૃ. ૧૦૯). - તેમના ઉપદેશથી રેલી આદિ ગામના મૂળ વગેરે શ્રાવકોએ સં. ૧૩૧દમાં ભવ્ય ઋષભદેવ વગેરે પ્રતિમાની પ્રતિષ્ઠા કરાવી. એ વંશના શેઠ વર્ધમાનનો ભાઈ જયતા નરેલીથી ઉચાળા ભરી પોતાના સસરાના ગામ ચાણસમામાં આવીને વસ્યો. તેણે આ અજિતપ્રભના ઉપદેશથી સં. ૧૩૩પમાં ચાણસમામાં ભ૦ ભટેવર પાર્શ્વનાથના મંદિરને જીર્ણોદ્ધાર કરાવ્યું અને સં૦ ૧૩૪૫માં ભવ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી. આ ભુવનતુંગસૂરિ આ વિધિમાં સાથે હતા.' . ભટ્ટારક અજિતસિહ સં. ૧૩૩લ્માં આ દેવેન્દ્રને પિતાની પાટે
સ્થાપન કરી દેવલોક ગયા. - તેમનાં અજિતસિંહ અને અજિતપ્રભ એવાં બે નામે મળે છે.
૧. પૂર્ણિમાપક્ષના આ વિજયસિંહરિના સંતાનય આ૦ અજિતપ્રત્યે સં. ૧૭૦૭ માં “શાંતિનાથચરિત્ર” રચ્યું છે. (-જૈન સત્ય પ્રકાશ, ક્ર. ૧૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org