________________
પર૨ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ સાથે ખૂબ હળી ગયું હતું. તે આચાર્યશ્રીના મેળામાં જઈને બેસતે, પાત્રો લેતો, પંડિત અને પંડિત પત્ની બંને જૈનધર્મનાં અનુરાગી બન્યાં હતાં. પિતાના પુત્રને એક વિશિષ્ટ પંડિત બનાવવા માટે તેણે આચાર્યશ્રીને પિતાને પુત્ર વહેરાવ્યો અને શેઠ રુણકે ખુશી થઈને પંડિતને આજીવિકા માટે પુષ્કળ ધન આપ્યું.
આચાર્યશ્રીએ મહેંદ્રકુમારને સં. ૧૨૩૭ માં દીક્ષા આપી. તેમને ભણાવી-ગણાવીને સં૦ ૧૨૫૭ માં ઉપાધ્યાયપદવી આપી અને સંતુ ૧૨૬૩ માં નાડેલમાં આચાર્યપદ આપ્યું ને આ૦ મહેન્દ્રસૂરિ નામ રાખ્યું.
આ મહેન્દ્રસૂરિએ કિરાડૂના શેઠ આહાકને તેના ઘરમાં બેરડી નીચે દટાયેલું દશ લાખ ટંકાનું ધન બતાવ્યું અને એ જ વખતે તેમણે ત્રણ વર્ષને દુષ્કાળ પડવાની આગાહી પણ કરી હતી. આથી શેઠ આલ્ફાકે એ ધનને સદુપયેગ કરી લેવાને નિર્ણય કર્યો. પરિણામે તેણે જ્યાં ત્યાં કૂવાઓ ખેદાવ્યા, દાનશાળાઓ ખુલ્લી મૂકી અને મનુષ્યો તેમજ પ્રાણીઓને ખૂબ મદદ મળે એવી સગવડ કરી આપી. આ ઘટના સં૦ ૧૨૫૭ થી ૧૨૬૩ માં બની હતી.
દહીંથલીના વાઘેલા રાજાના મંત્રી હાથીએ ભ૦ ઋષભદેવનું મંદિર બંધાવી, તેની પ્રતિષ્ઠા સં. ૧૩૦૧ માં આ૦ મહેન્દ્રસૂરિ પાસે કરાવી.
(પૃ. ૧૧૪) આ૦ મહેંદ્રસૂરિ થરાદ પધાર્યા ત્યારે તપાગચ્છના પરમસંવેગી આ૦ દેવેન્દ્રસૂરિ સં ૧૩૦૭ માં ત્યાં આવ્યા હતા. તેમણે આ૦ મહેસૂરિને મહાવ્રતના અતિચારે સમજાવી જણાવ્યું કે, “તમે સુવિહિત આચાર્યું છે તેથી સુવિહિતે નિમિત્તે કહેવું કે બતાવવું ન જોઈએ. એટલે થયેલા પાપની તમારે આલેયણ લેવી જોઈએ. પરંતુ તેઓ કંઈ કરે તે પહેલાં સં. ૧૩૦લ્માં પર્યુષણ પર્વમાં ખંભાતમાં કલ્પસૂત્ર વાંચતાં વાંચતાં વાયુના પ્રકેપથી પાટ પર જ કાલધર્મ પામી ગયા.
તેમને રૂપચંદ વગેરે ૧૩ શિષ્ય હતા. ખંભાતના સંઘને તેઓ ગ્ય ન લાગવાથી વલ્લભાશાખાના આસિંહપ્રભને ગંધારથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org