________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૨૭ લે ૧૭, સંધસપ્તતિકા, નલ-દમયંતીચ, કલ્પસૂત્ર સુખાવબોધ ન્યાયમંજરી, ગુજરાતી ત્રિભુવનદીપકપ્રબંધ કડી : ૪૩૨, પ્રબોધચિંતામણિ ચોપાઈ અંતરંગ ચોપાઈ નેમિનાથ ફાગ કડી : ૫૮, સ્તવને” વગેરે રચ્યાં છે. તેઓ પોતાને વાણીદત્તવર તરીકે ઓળખાવે છે. (૩) આર મેરૂતુંગસૂરિ– मिच्छत्ततिमिरनासण, अहिणवगुरु मेरुतुंगदिणराओ ॥१८२॥
(વીરવંશપટ્ટાવલી) ૫૧. આ મેરૂતુંગસૂરિ–
શ્રીધર્મમૂર્તિની પટ્ટાવલીમાં લખ્યું છે કે, મારવાડમાં નાણા ગામના શેઠ વરસિહ મીઠડિયા વહેરાની પત્ની નાહૂણદેવીએ સં૦ ૧૪૦૫માં ભાલણને જન્મ આપ્યું. તેણે સ. ૧૪૧૮માં દીક્ષા લીધી.
મેરૂતુંગસૂરિરાસરમાં લખ્યું છે કે, મારવાડમાં આવેલા નાણું ગામના શેઠ વૈરિસિહ પિરવાલની પત્ની માલદેવીએ સં. ૧૪૦૩માં મુખમાં સૂર્ય પ્રવેશ કરી હોય એવું સ્વપ્નમાં જોયું. એ સ્વપ્નાન સાર વસ્તિગ નામના પુત્રને તેણે જન્મ આપે. સં. ૧૪૧૦માં તેણે દીક્ષા લીધી.
ભ૦ મહેન્દ્રપ્રભ ભાલણ (વસ્તિગ)ને સં૦ ૧૪૧૮ (સં. ૧૪૧૦) માં નાણમાં દીક્ષા આપી અને સં૦ ૧૪૧૬ (૧૪૩૨)માં પાટણમાં આચાર્યપદવી આપી.
આ મેરૂતુંગે . ૧૪૪૪માં લેલાડા ગામમાં મંત્રના પ્રભાવથી અમદાવાદના બાદશાહ મહમ્મદશાહના સૈન્યને હલ્લે રેકી રાખ્યો હતું અને ત્યાંના ઠા, મેઘ રાઠેડને જૈન ધર્મને પ્રેમી બનાવ્યા હતો. સંઘે વિનતિ કરી આચાર્યશ્રી પાસે નક્કી કરાવ્યું કે, લેલાડામાં પ્રતિસાલ સાધુઓ ચતુર્માસ માટે પધારે.
૧. પટ્ટાવલી અને રાસમાં આવો ફરક મળે છે. એ સિવાય બીજી બાબતમાં પણ ફેરફાર જોવાય છે. સંભવ છે કે, પદાવલીના બીજા આચાર્યોની બાબતમાં પણ આવા ફેરફાર હશે. અન્યોન્ય સાધનોથી તેને ઠીક કરી લેવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org