________________
૫૨૬
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ અનેક પ્રતિષ્ઠાઓ અને અંજનશલાકા કરાવી હતી. સં. ૧૩૫ના ચૈત્ર સુદિ –ા રોજ તેઓ કાળધર્મ પામ્યા. ૫૦. આહ મહેન્દ્રપ્રભસૂરિ–
વડગામના શેઠ આસુ શ્રીમાલીની પત્ની જીવનદેવીએ સં. ૧૩૬૩માં મહેન્દ્રને જન્મ આપ્યો. શિશુવયમાં જ તેના માબાપ મરી જવાથી મામાએ તેને ભવ સિંહતિલકસૂરિને હરાવી દીધો. ભટ્ટારકજીએ તેને સં૦ ૧૩૭પમાં એશિયામાં દીક્ષા આપી, સં. ૧૩૪માં પાટણમાં આચાર્યપદ આપી અને સં૦ ૧૩૯૫ (૧૩૮)માં ખંભાતમાં ગચ્છનાયકનું પદ દીધું.
આ૦ મહેંદ્રપ્રભસૂરિ સં ૧૪૦૯માં મારવાડમાં આવેલા રાણી (નાણી) શહેરમાં ચતુર્માસ હતા. એ વખતે ૪૦ દિવસ સુધી વરસાદ પડ્યો નહીં. ભટ્ટારકજીએ ધ્યાન કરવા માંડ્યું ને તરત જ વરસાદ પડયો. આ સુદિ ૮ની મધ્ય રાતે તેમને કાળે સાપ કરડ્યો. આઠ–દશ પર ધ્યાન કરવાથી તેનું ઝેર પણ ઊતરી ગયું. તેઓ સં૦ ૧૪૪૪ (સં. ૧૪૪૫)ના માગશર વદિ ૧૧ના રોજ શત્રુંજયમાં સ્વર્ગે ગયા. સંભવ છે કે, તેમણે “જીરાવલા પાર્શ્વનાથસ્તોત્ર - ૪પ બનાવ્યું હાય.
તેમણે સાદડી, અયવાડી, વિછી વાડિયા ગામ વગેરેમાં પ્રતિઠાઓ કરાવી હતી.
તેમણે પિતાની પાટે ત્રણ આચાર્યો બનાવ્યા. (૧) આ૦ મુનિશેખર–તેમનાથી “શેખરશાખા” નીકળી.
(૨) આવ જયશેખર–તેમને ખંભાતની રાજસભામાં કવિ ચક્રવર્તીનું બિરુદ મળ્યું. આ૦ જયશેખરે સં. ૧૮૩૬માં નરસમુદ્રમાં ઉપદેશ ચિંતામણિ–પજ્ઞ સાવચૂરિ' (મં૦ ૧૨૦૦), સં. ૧૪૬રમાં ખંભાતમાં “પ્રબંધ ચિંતામણિ, સં. ૧૪૬રમાં “ધમ્મિલચરિત્ર કાવ્ય”
જેન કુમારસંભવ, શત્રુંજય બત્રીશી, ગિરનાર બત્રીશી, મહાવીર બત્રીશી, આત્મબોધકુલક. ૧૨ કુલક, ધર્મસર્વસ્વ, ઉપદેશમાલાની અવસૂરિ, પુષ્પમાળા-અવસૂરિ, નવતત્વગાથા–૧૭, અજિતશાંતિસ્તવ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org