________________
ચાલીશમું] . આ મુનિચંદ્રસૂરિ
૫૧૩ ફરી નાણાવાલગચ્છમાં ભળીને આવ જયસિંહસૂરિના હાથે આચાર્યપદ સ્વીકાર્યું અને ફરીથી આ આરક્ષિત નામથી ખ્યાતિ પામ્યા. તેઓ આ. વિજયચંદ્રના નામથી પણ ઓળખાતા હતા. સામાચારી
તેમણે પૂનમે પાખી, અભિવર્ધિત વર્ષમાં શ્રાવણું કે પહેલા ભાદરવામાં સંવત્સરી, એથી થઈને નિષેધ, પર્વમાં પૌષધ, સાધુને જિનપ્રતિષ્ઠાને નિષેધ, શ્રાવકને દીપપૂજા અને ફલપૂજાને નિષેધ, મુહપત્તિને નિષેધ, ગુરુવંદનમાં બીજા ખમાસમણને નિષેધ, પર્વ સિવાય પૌષધને નિષેધ, ઉપધાનમાલા પણ નિષેધ, રાતે જિનપૂજા અને રાતે નૃત્ય પૂજાનો નિષેધ કર્યો. સાધુ અને શ્રાવકના ચિત્યવંદનમાં ભેદ કર્યો. નવકારમંત્ર તથા મેલ્થ શું વગેરે સૂત્રોમાં પાઠભેદ કર્યો. આ પ્રકારે લગભગ ૭૦ બેલની પ્રરૂપણ કરી. (જૂઓ, શતપદી). વિધિપક્ષગચ્છની સ્થાપના કરી. તે ગ૭ સં૧૨૧૪માં અંચલગચ્છ તરીકે ખ્યાતિ પામે.
આ૦ આરક્ષિત, આ૦ જયસિંહસૂરિ, (૪૩) આ૦ ધર્મઘોષ સં. ૧૨૬૩માં રચેલી પ્રાકૃત “શતપદી” ઉપરથી તેમના શિષ્ય આ૦ મહેન્દ્રસૂરિએ સં. ૧૨૯૪ માં સંસ્કૃતમાં “શતપદી” (અં) ૫૩૪૨) રચી છે. તેમાંના કેટલાક નેંધવાયેગ્ય પદે આ છે –
૩. સાધુ જિનપ્રતિમાની પ્રતિષ્ઠા ન કરાવે. ૪. દીપક પૂજા શાસ્ત્રમાં ઉપદેશી નથી. ૬. ફળપૂજા શાસ્ત્રમાં જણાવી નથી. ૧૫. ત્રણ થાય કહેવી. ૨૦. શ્રાવકે મુહપત્તિ ન રાખે. ૨૨. સાધુને વાંદતાં એક ખમાસમણ દેવું. ૩૬. પર્વ દિવસે જ પૌષધ કરે. ૩૯ સાંજ-સવાર એમ બે સમયે જ સામાયિક કરવું.
૮૨. સંવત્સરી પચાસમા દિવસે અને અભિવર્ધિત વર્ષમાં વીસમા દિવસે કરવી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org