________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૧૭ ઉપદેશથી કાત્યાયન શ્રીમાલી જેને થયા. તેને આદિપુરુષ ભિન્નમાલનગરને ભ૦ શાંતિનાથના દેરાસરને ગોષ્ઠિક શેઠ શ્રીમલ્લ નામે હતો. શેઠ મેઘા, શેઠ મુંજા, શેઠ જિનદાસ વગેરે તેના વંશજો હતા. શેઠ જિનદાસ બેણપમાં રહેતો હતો. તે કામદેવ જે રૂપાળો હતો. એ સમયે બેણપમાં રાજા ભીમ રાણે હતો અને જેગા નામે દિવાન હતો. રાજાને કોઈ સંતાન નહોતું તેથી તેણે જોગાની પુત્રી માનાને પિતાની પુત્રી કરીને રાખી હતી.
એક વેળા દિવાળીના દિવસે રાજા માનાને પિતાના ઓળામાં લઈ સજસભામાં બેઠે હતું, તે વખતે શેઠ જિનદાસ લુહાર કરવાને રાજસભામાં આવ્યું. માનાકુમારી તેને જોઈને મેહિત થઈ ગઈ. રાજાએ તેને જિનદાસ સાથે પરણવા માટે પૂછ્યું. ત્યારે માનાએ હા પાડી. પણ જિનદાસે વધે લીધે કે, “અમે વીશા શ્રીમાળી છીએ, જ્યારે જોગો દશા શ્રીમાલી છે એટલે તે કન્યાને હું પરણું શકું નહીં.” રાજાએ બળજબરીથી તે બંનેનાં લગ્ન કર્યા. શેઠ જિનદાસ ત્યાંથી નીકળી આરાસણમાં જઈને વચ્ચે અને તેનાથી સં. ૧૧૮૫ માં ‘લઘુ સાજન શાખા નીકળી.
એક રાાલ આરાસણમાં ભયંકર મરકી ફાટી નીકળી. આરાસણ ઊજડ થયું. શેઠ જિનદાસના વંશજો ત્યાંથી નીકળી ઈડર જઈને વસ્યા. તેમાંના મંત્રી નાયકે સં. ૧૩૦૧ માં ખેરાલુમાં ભ૦ શ્રી ઋષભદેવનું મંદિર બંધાવ્યું. આ વંશના શેઠ ભરથાની સ્ત્રી ઝાલીએ સં. ૧૩૧૧ માં ભવ પાર્શ્વનાથનું દેરાસર તથા ઝાલાસર નામે તળાવ બ ધાવ્યું.
(અંચલગચ્છ પટ્ટાવલી, પૃ૦ ૯૧) નાણુવાલગચ્છનાં ગોત્રો–રણધીર, કાવડિયા, ઢઢ્ઢા, શ્રીપતિ, તલેરા, કે ઠારી વગેરે છે. (-નાણાવાલ મહાત્માઓની વહીના આધારે)
અંચલગચ્છનાં નેત્રો–૧. ગાલ્ડ, ૨. આગોત્તા, ૩. બુહડ, ૪. સુભદ્ર, પ. બહેરા, ૬. સિયાલ, ૭. ક્ટારિયા, કેટેચા, રાનપુરા બહેરા, ૮. નાગડ, ૯. મીઠડિયા વહોરા, ૧૦. ઘરેલા, ૧૧. વડેર, ૧૨. ગાંધી, ૧૩. દેવાનંદા, ૧૪. ગૌતમ, ૧૫. દેશી, ૧૬ સોનીગર, ૧૭.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org