________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૧૯ ઓ બહારગામ ચાલ્યા ગયા હતા પરંતુ આ જયસિંહ યુક્તિપૂર્વક ગૂર્જરનરેશ કુમારપાલની સમ્મતિ મેળવીને પાટણમાં જ રહ્યા હતા.'
પટ્ટાવલીકારે અહીં આવ જયસિંહની મહત્તા બતાવવા આ૦ હેમચંદ્રસૂરિના મુખથી પ્રશંસા વર્ણવી છે અને ગુર્જરનરેશ કુમારપાલનું મૃત્યુ આ હેમચંદ્રસૂરિની પહેલાં બતાવ્યું છે.
આ આચાર્ય ઉગ્ર વિહારી હતા. તેમણે ઘણાં તીર્થોની યાત્રા કરી હતી. તેમના ઉપદેશથી શેઠ આંબાકે પ્રભાસપાટણમાં ભ૦ ચંદ્રપ્રભસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. તેઓ સં. ૧૨૫૯ માં પ્રભાસપાટણમાં દેવલોક પામ્યા.
તેમણે નીચે જણાવેલા ગ્રંથો રચ્યા છે. “કર્મગ્રંથની બૃહદૂ-ટીકા, કમ્મપયડી-ટીકા, કર્મગ્રંથ વિચાર ટિપ્પન, કર્મવિપાક, સ્થાનાંગસૂત્રની ટકા, જેનત વાતિક, ન્યાયમંજરી ટિપન વગેરે. સં. ૧૩૩૦ માં યુગાદિદેવચરિત્ર' રચ્યું જેને આપની પુત્રી લક્ષમી તથા પુત્ર આંબડે ભક્તિથી લખાવ્યું હતું
આ૦ જયસિંહે ઘણુ નવા જેને બનાવ્યા હતા.
સં. ૧૨૦૮ માં હથુંડીના રાજા અતખ્તસિંહ રાઠોડને જલેદરને રેગ મંત્રજલથી મટાડી દીધો હતો અને તેને જેન બનાવ્યું હિતેતે રાજવીએ ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેના વંશજો હથુડિયા રાઠોડ ઓશવાલ બન્યા.
સં૦ ૧૨૨૪ માં શંખેશ્વર પાસેના લેલાડાના રાવ ફણગર રાઠોડને જેન બનાવ્યું હતું.
સં. ૧૨૨૮ માં પારકરમાં ઉમરકેટના મેહણસિંહ પરમારને જૈન બનાવ્યું. ઉમરકોટમાં ભ૦ અજિતનાથનું દેરાસર બન્યું. તેમનાથી નાગડા ગેત્ર ચાલ્યું. એ જ નાગડા ગેત્રના શેઠ તેજસીએ સં. ૧૬૨૪ અને શેઠ રાજસી નેણુસીએ જામનગરનું પ્રસિદ્ધ એવું ભ૦ શાંતિનાથનું મંદિર બંધાવ્યું હતું. એ સિવાય નાગડા ગેત્રના શેઠ નરસી નાથાએ સં. ૧૯૨૦ માં શત્રુંજય ઉપર નરશી નાથાની ટૂંક બંધાવી અને નીચે પાલીતાણામાં ધર્મશાળા બંધાવી. શેઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org