________________
૫૧૮ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કેટિયા, ૧૮. હરિયા, ૧૯ દેડિયા, ૨૦. બેરેચા, ૨૧. લાલન વગેરે છે.
૪૨ આ૦ જયસિંહસૂરિ–એપારકના શેઠ દાહડ એશવાલને નેઢી નામે પત્ની હતી. શેઠાણ નેઢીએ એક દિવસ સ્વપ્નમાં કળશ જે. પરિણામે સં૦ ૧૧૭૯ને ચિત્ર સુદિ ૯ના રોજ તેણે જિનકલશ નામના પુત્રને જન્મ આપ્યું. તે પુત્ર મોટો થતાં ત્યાં પધારેલા આ૦ કક્કસૂરિના વ્યાખ્યાનમાં જવા લાગ્યું. આચાર્યશ્રી વ્યાખ્યાનમાં “જબૂચરિત્ર” વાંચતા હતા. એમના ઉપદેશથી એ બાળકના દિલમાં વૈરાગ્યને અંકુરે ઊગી નીકળ્યા. આ આર્યરક્ષિતે તેને સં૦ ૧૧૪ ને માહ સુદિ ૩ ના રોજ પાટણમાં દીક્ષા આપી, મુનિ, યશશ્ચદ્ર નામ આપ્યું. બાલ મુનિ તીવ્ર બુદ્ધિશાળી હતા. તેને વ્યાકરણ, તર્ક, મંત્ર-તંત્ર અને સિદ્ધાંત ભણાવી સં. ૧૧૭ માં ઉપધ્યાયપદ આપ્યું અને તેમનું નામ ઉપાટ જયસિંહ રાખવામાં આવ્યું - સં૦ ૧૧૮૦ લગભગમાં રાજા સિદ્ધરાજની સભામાં વેતાંબરચાર્ય વાદિદેવસૂરિ અને દિગંબરાચાર્ય ભ૦ કુમુદચંદ્ર વચ્ચે શાસ્ત્રાર્થ થયે ત્યારે ઉપાટ જયસિંહે વેતાંબર મુનિસંઘને કીમતી સહગ આપ્યો હતો. આ આર્ય રક્ષિતસૂરિએ તેમને સં. ૧૫૦૨ માં માંડલમાં આચાર્યપદ આપ્યું હતું.
આ૦ મહેન્દ્રસૂરિ જણાવે છે કે, વડગચ્છના આચાર્ય રામદેવસૂરિએ પાવાગઢ પાસે મંદારપુરમાં સં૦ ૧૨૦૨ માં તેમને આચાર્યપદે સ્થાપન કર્યા હતા. તેમના કુલગુરુ દિગંબર ભટ્ટારક છત્રસેન હતા. તે મંત્રવાદી હતા. આ૦ જયસિંહે તેમને જીતી લઈ પિતાના શિષ્ય બનાવ્યા. તેમનું નામ છત્રહર્ષ આપવામાં આવ્યું. શાલવીઓ શ્વેતાંબર જૈન બન્યા. ઉપાધ્યાય છaહર્ષથી સં. ૧૨૧૭ માં “હર્ષ શાખા” નીકળી.
ગૂર્જરેશ્વર કુમારપાલે પાટણના સંઘનું તથા રાજ્યનું એકમ જોખમાય નહીં, તે ખાતર નવી સામાચારીવાળા જેન ગચ્છને દેશવટે આખે. એટલે કે પાટણમાં આવવાની અને ત્યાં રહેવાની મનાઈ કરી હતી. એ સમયે પૂનમિયાગચ્છ, ખરતરગચ્છ વગેરેના સાધુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org