________________
પણ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ પ્રકરણ નિર્વાહ વિશે પૂછ્યું, ત્યારે શ્રાવકોએ જણાવ્યું કે, “અહીં નાઢાના પ્રસાદથી સૌ વાતે સારું છે.’
આચાયે કહ્યું, “નાઢા કોણ છે? એના પ્રસાદથી નહીં પણ દેવ-ગુરુ પ્રસાદથી એમ કહે.”
આ વાત સાંભળીને નાઠાને ગુસ્સો ચડ્યો. સંઘે આચાર્યશ્રીને દ્વાદશાવર્ત વંદન કર્યું. નાઢાની પાસે મુહપત્તિ નહતી તેથી આચાર્ય સંઘનું વંદન સ્વીકાર્યું, પણ નાઢાનું વંદન ન સ્વીકાર્યું.
એ જ અરસામાં પૂનમિયાગચ્છને એક નેત્રવાળા મંત્રવાદી ઉપાટ નરસિંહે સં. ૧૧૬માં શ્રાવકને પ્રતિકમણને નિષેધ કર્યો. તેણે “વિધિપક્ષમત” સ્થાપ્યો હતો. પાવાગઢની હિંસાપ્રિય કાલીદેવીનું ૨૧ ઉપવાસથી આરાધન કર્યું અને ચક્રેશ્વરીદેવી હાજરાહજુર છે એમ જાહેર કર્યું. તેમણે બેણપમાં આવી શ્રાવકને મુહપત્તિને નિષેધ કર્યો. નાઢા તથા સંઘ પાસે ચલથી વંદન કરાવ્યું. આથી નાઢા ખુશ થઈ અને ૮૦૦૦ રૂાને ખર્ચ કરી નડિયાદના ચૈત્યવાસી આચાર્ય પાસે ઉપાધ્યાયને આચાર્ય પદ અપાવ્યું અને તેમનું નામ આ૦ આર્ય રક્ષિત કાયમ કર્યું. આ રીતે સં. ૧૨૧૩ માં મુહપત્તિને બદલે કપડાના છેડાનો વંદનવિધિ ચલાવ્યું, એટલે વિધિપક્ષ અંચલ નામથી જાહેર થયે. (દશમત.........., જૈન ઇતિહાસ, પ્ર. જૈનધર્મ
વિદ્યા પ્રચારક વર્ગ, પાલીતાણા, સં. ૧૯૬૪) તેમના પરિવારમાં ૧૨ આચાર્ય, ૨૦ ઉપાધ્યાય, ૭૦ પંડિત, ૧૦૩ મહત્ત, ૮૨ પ્રવત્તિની અને બીજા સાધુ-સાધ્વી હતા. તેમણે સં. ૧૨૨૬ (૧૨૩૬)માં ૧૦૦ વર્ષની ઉંમરે આ૦ જયસિંહસૂરિને ગચ્છને ભાર સેંપી પાવાગઢ ઉપર ૭ દિવસનું અનશન કરી સ્વર્ગવાસ કર્યો. - આચાર્યશ્રીએ શ્રીમાલ અને ઓશવાલનાં અનેક નવાં જેન ગોત્ર સ્થાપન કર્યા, જેમાં મીઠડ્યિા અને ગાંધી વગેરે મુખ્ય ગેત્રે છે. દશા-વીશાને ભેદ–
. આ સમયે જેન મહાજનમાં દશા-વીશાના ભેદો હતા. “અંચલગ૭પટ્ટાવલીમાં લખ્યું છે કે, નાણાવાલગચ્છના આ ઉદયપ્રભસૂરિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org