________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૫૧૫ મહીપાલને ઉપદેશ આપી જૈન બનાવ્યું. રાજાએ ભ૦ શાંતિનાથનું દેરાસર બંધાવ્યું અને તેના વંશજો ઓશવાલ બન્યા. તે બધા મીઠડિયાગેત્રના નામથી પ્રસિદ્ધ થયા. તેને મંત્રી ધરણનામે જેન હતા.
બેણપના કરોડપતિ શેઠ કપર્દિની પુત્રી સમયશ્રી(માઈ)એ આચાર્યશ્રીને ઉપદેશથી સંસારને અસાર સમજી પિતાની બહેનપણુઓ સાથે દીક્ષા લીધી. સમય જતાં તે સાધ્વીને મહત્તરાની પદવી પણ મળી. એ કદિ શેઠને ગૂર્જરનરેશ સિદ્ધરાજે પિતાના રાજ્યને ભંડારી બનાવ્યું અને તેને ૧૮ ગામ બક્ષિસમાં આપ્યાં.
(પૃ. ૧૦૮, ૧૩૯, ૧૪૦) વિધિપક્ષનું બીજું નામ અંચલગચ્છ કેમ પડયું એ અંગે ભિન્ન ભિન્ન ઉલ્લેખ મળે છે – ' (૧) રાજા સિદ્ધરાજે પત્રકામેષ્ટિયજ્ઞ આરંભે ત્યારે ત્યાં એક ગાય મરી ગઈ. રાજવીની વિનંતિથી આ૦ આર્યરક્ષિતે પરકાય. પ્રવેશિની વિદ્યાના બળે તે ગાયને યજ્ઞશાળાની બહાર કાઢી, આથી રાજાએ તેમને “અચલ' એવું બિરુદ આપ્યું.
આ ગાયની ઘટના વાયડગઅછના આ જીવદેવસૂરિના જીવનમાં પણ બની હતી. એ ઘટના આ૦ આર્ય રક્ષિતસૂરિના નામે પણ ચડી છે.
રાજા સિદ્ધરાજે સં. ૧૧૮૪ પછી પત્રકામના માટે યાત્રાઓ વગેરે કરી. એ હિસાબે અંચલગચ્છ સં૦ ૧૧૮૫ થી સં. ૧૧૯ના ગાળામાં અસ્તિત્વમાં આવ્યું. (–જૂઓ, અચલગચ્છ પટ્ટાવલી)
(૨) ગૂર્જરેશ્વર કુમારપાલના સમયે (સં. ૧૧૯ થી ૧૨૨૯) આ૦ આર્ય રક્ષિતસૂરિ પાટણ આવ્યા ત્યારે શેઠ કાદિએ તેમને ખેસના છેડાથી–અંચલથી વંદન કર્યું તેથી એ ગ૭ “અંચલગચ્છ નામે પ્રસિદ્ધિ પામે.
(૩) કર્કર ગામ પાસે આવેલા બેણપ ગામમાં નાઢા (નાની, નાથી) નામની પૂનમિયાગચ્છની ધનાઢય શ્રાવિકા હતી. તે સ્વકુટુંબ, સ્વજન, અને સાધર્મિકોને પાળતી હતી. (પ્રક. ૩૫, પૃ. ૧૫)
એકવાર એક પૂનમિયાગચ્છના આચાર્ય શ્રાવકને ધર્મ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org