________________
-
1
,
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૪૧ ૧૨. કલિકાલસર્વજ્ઞ આ હેમચંદ્રસૂરીશ્વરજી અને ગૂર્જરેશ્વર કુમારપાલનું સ્વર્ગગમન સં૦ ૧૨૨૯માં થયું હતું. પટ્ટાવલીકારે સં. ૧૧૭૮ થી ૧૨૩૧ સુધી તેઓની વિદ્યમાનતા બતાવે છે.
૧૩. સં. ૧૬૯૦ ની ખરતરગચ્છીય પટ્ટાવલીમાં આ ઉધોતનસૂરિએ ગચ્છવર્ધક મુહૂર્તમાં આ વર્ધમાને જ આચાર્ય પદ આપવાનું જણાવ્યું છે અને મંત્રી વિમલને સુપ્રભાત નામે પુત્ર હતું એમ બતાવ્યું છે. જ્યારે ખરતરગચ્છની બીજી પટ્ટાવલીઓ અને બીજા ગચ્છની વિભિન્ન પટ્ટાવલીઓમાં આ૦ ઉદ્યોતનસૂરિએ આ૦ સર્વદેવ વગેરે આઠ આચાર્યોને આચાર્યપદ આપવાનું અને મંત્રી વિમલ શાહને કઈ સંતાન ન હોવાનું જણાવેલ છે.
૧૪. આ જિનદત્તસૂરિની સ્વર્ગવાસ તિથિ માટે પટ્ટાવલીઓમાં એકમત નથી.
આવી રીતે નાના મોટા ઘણુ મતભેદે ઊભા છે, એટલે સત્યતા તારવવામાં ઘણી જ કુશળતા રાખવી પડે તેમ છે. આ વિસંવાદે કેમ પડયા તે એક નાજુક પ્રશ્ન છે, છતાં ખરતરગચ્છીય મહોયતિવર રામલાલજી ગણિની રચનામાંથી તે અંગે કંઈક ખુલાસે મળે છે. તેઓ “મહાજનવંશમુક્તાવલી'માં લખે છે –
બિકાનેરના કુલગુરુ મહાત્મા અને વહીવંચાઓએ ખરતરગચ્છના આ જિનચંદ્રસૂરિનું સ્વાગત કર્યું નહીં, આથી ખરતરગચ્છના શ્રાવક બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓની વેહીઓ અને વંશાવલીઓને બળજબરીથી વિનાશ કર્યો. તે પછીથી નવી વહીઓ, નવી વંશાવલી અને નવી પટ્ટાવલીઓ તૈયાર કરાવી, વગેરે વગેરે.
આ વાત સાચી હોય તે સ્પષ્ટ છે કે, ખરતરગચ્છની પટ્ટાવલીઓ સત્યતા પર નહીં કિન્તુ ગચ્છરાગ પર નિર્ભર છે. આવી સ્થિતિમાં ખરતરગચ્છને ઈતિહાસ લખવામાં બહુ સંભાળ રાખવાની જરૂર છે ગંભીર પરિશીલનની જરૂર છે. ગચ્છસ્થાપક કોણ?
આ સઘળા વિસંવાદના મૂળમાં ખરતરગચ્છના પહેલા આચાર્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org