________________
૪૫૬
જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨
પ્રકરણ ભાદરવા વદિ ૧૪ ના રોજ દિલ્હીમાં સ્વર્ગવાસ થયે.
તેમના પિતાનું નામ રાસલ અને માતાનું નામ દેલ્હણદેવી હતું. તેમને આ જિનદત્તે પિતાના હાથે આચાર્ય પદવી આપી પિતાની પાટે સ્થાપ્યા હતા. તેમણે બેડિયા ક્ષેત્રપાલની સાધના કરી હતી. તેમણે પૂર્વદેશની યાત્રા કરી પાછા ફરતાં રાજા મદનપાલની વિનતિથી ગુરુદેવનું અભિવચન તેડી દિલ્હીમાં ચોમાસુ કર્યું અને (ગિનીના છલથી) ત્યાં જ તેમને સ્વર્ગવાસ થયો.
તેમણે અતિબલ નામે અધિષ્ઠાયક સ્થાપ્ય હતા. તેમના પિતાના કપાળમાં મણિ હતો. કોઈ શ્રાવકની ગફલતથી એક વિદ્યાસિદ્ધ યેગી તેમને મણિ ઉપાડી ગયે. તેમની માંડવી મુકરર સ્થાને ન પહોંચતાં વચમાં મરઘટમાં (મસાણમાં) ઉતારવાથી વચમાં જ રહી એટલે શ્રાવકોએ તેમને ત્યાં જ અગ્નિસંસ્કાર કર્યો અને તે સ્થાને સૂપ બનાવ્યું. ખાડિયે ક્ષેત્રપાલ ત્યાં પરચા પૂરતો હતો. પાછળથી સ્તૂપની ચરણપાદુકા મુસલમાનેએ ઉપાડીને ફેંકી દીધી અને ત્યાં ખાડો બનાવી મૂક્યો છે, તેની પૂજા ભક્તિ કરે છે. આ સ્તૂપ ખરતરગચ્છમાં ચમત્કારી મનાય છે. સં. ૨૦૧૩ ના આસો વદિ ૧૧ ને શનિવાર તા. ૧૯-૧૦-'૧૭ અને આ૦ વ અમાસ બુધવાર તા. ૨૩-૧૦-'૧૭ના રોજ ત્યાં ચોરી થઈ ત્યારથી ચમત્કાર મનાતું નથી.
એ સમયથી ખરતરગચ્છમાં દરેક ચેથી પાટે “જિનચંદ્રસૂરિ ” નામ રાખવાને પ્રચાર શરૂ થયું છે.'
તેમના શિષ્ય ઉપા. જિનમત સં. ૧૨૧૫ માં “રાક્ષસકાવ્યની ટીકા રચી છે. તેમણે આ જિનપતિને ઉપાઠ પદ્મપ્રભ સાથેના
ગુરુ-કાવ્યાષ્ટક ના શાસ્ત્રાર્થમાં બહુ મદદ કરી હતી. ઉપાડ જિનમતને સ્વર્ગવાસ સં. ૧૨૪૨ માં થયે હતો.
(-જૈનસત્યપ્રકાશ, કમાંકઃ ૨૩૫, પૃ૦ ૧૪૩, કમાંકઃ ૨૩૯) - १. खोडियाक्षेत्रपालस्तत्स्तूपेऽधिष्ठाता । तुर्ये तुर्ये पट्टे श्रीजिनचन्द्रसूरिनाम સ્થાપનમ્
(–સં૦ ૧૭૧૧ની ખરતરગચ્છ પટ્ટાવલી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org