________________
४७८ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ
[ પ્રકરણ ચમડ અને તેમની પત્ની વાલ્લાદેવીને પુત્ર હતા. તેમને સં૦ ૧૪૮૭ માં જન્મ થયે ને સં. ૧૪૨ માં દીક્ષા થઈ. તેમને સં૦ ૧૫૧૫ ના વિશાખ વદિ ૨ ના દિવસે કુંભલમેરુમાં આવકી તિરત્નના હાથે આચાર્યપદ મળ્યું. સં. ૧૫૩૦(૧૫૩૭) માં જેસલમેરમાં સ્વર્ગવાસ થયો.
તેમણે જેસલમેર, આબૂ, ચિત્તોડ વગેરે સ્થાનમાં જિનપ્રતિષ્ઠા કરાવી. ચિત્તોડમાં કુભા રાણાના ભંડારી વેલચંદે શાંતિનાથનું શૃંગાર ચકી મંદિર કરાવ્યું. તેની તેમણે પ્રતિષ્ઠા કરી. આ૦ ગુણરત્ન, આ ધર્મરત્ન, આ જિનસમુદ્ર વગેરેને આચાર્ય બનાવ્યા.
આ અરસામાં સં૦ ૧૫૦૮માં અમદાવાદમાં લંકા લહિયાએ પ્રતિમા ઉત્થાપી અને સં૦ ૧૫૨૪ (૧૫૩૦)માં “લકામત” ચલાવ્યું. આ મતને બાદશાહ પીરોજશાહે ટેકો આપે.
(-ઉપાઠ કમલસંયમકૃત “સિદ્ધાંત
સાદ્ધારસમ્યફલ્લાસ, કડી ૧૩) ૫૩. આ જિનસમુસૂરિ—તેઓ બાહડમેરના પારેખ દેકા શાહ અને તેમની પત્ની દેવલદેવીના પુત્ર હતા. તેમને સં. ૧૫૦૬ માં જન્મ થયે. તેમણે સં. ૧૫૧૨ (૧૫૨૧)માં દીક્ષા લીધી. સં. ૧૫૩૩ ના માત્ર સુદિ ૧૩ ના રોજ પુંજપુરમાં આ૦ જિનચંદ્રસૂરિના હાથે તેમને આચાર્યપદ મળ્યું અને સં. ૧૫૫૫ માં અમદાવાદમાં તેમને સ્વર્ગવાસ થયે.
તેઓ પરમત્યાગી હતા. તેમણે પંચનદીપીરની સાધના કરી હતી. તેમણે જેસલમેરમાં સં. ૧૫૩૬ માં તેમજ બીજા સ્થાનમાં પ્રતિષ્ઠાએ કરાવી હતી.
જોધપુરના રાજા તથા એક ધનાઢય જાટે સં૦ ૧૫૪૭ માં આ૦ જિનસમુદ્રને મડવર આમંત્રણ આપી ઘણું સન્માન કર્યું હતું. તેમના શિષ્ય આ૦ જિનસાગરશિષ્ય પં. ધર્મચંદ્ર “સિદૂરપ્રકરટીકા રચી છે.
આ જિનસમુદ્રની શિષ્યા સાધ્વી રાજલક્ષમી ગણિની સં. ૧૫૨૦ના માગશર વદિ ૧૦ ના રોજ પાલનપુરમાં હતી.
(–શ્રી પ્રશસ્તિસંગ્રહ, ભા. ૨,પ્ર. ૧૦૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org