________________
૫૦ ૭
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ (૪) આ ઉદયપ્રભસૂરિ–તેઓ સં. ૭૭૨ માં આ પદ્ધદેવની પાટે આવ્યા. તેઓ સમર્થ પ્રભાવક હતા. લેહિયાણના રાજા જયંત સોલંકીના પુત્ર શ્રીમલે નાગૅદ્રગચ્છમાં દીક્ષા લીધી હતી, જેઓ સમપ્રભાચાર્યના નામથી પ્રસિદ્ધ હતા. જયંતને પૌત્ર ભાણજી સેલંકી સં. ૭૬૪ માં લહિયાણની ગાદીએ બેઠે. ભિન્નમાલનું રાજ્ય પણ તેણે પિતાને કબજે કર્યું હતું. તે આ ઉદયપ્રભ અને આ૦ સેમપ્રભતે ભક્ત હતા. તેણે આ સોમપ્રભના ઉપદેશથી શત્રુંજય અને ગિરનારને સંઘ કાઢડ્યો હતે.
આ સમયમાં કુલગુરુની વ્યવસ્થામાં ગરબડ થવાથી તત્કાલીન ચૈત્યવાસી આચાર્યોએ મળીને કુલગુરુની મર્યાદા બાંધી અને વંશાવલીએ લખવાની શરૂઆત કરી. એ સમયથી વહીવંચાને આરંભ થયે. ઇતિહાસ કહે છે કે, વિ. સં. ૪૭ર થી વહીવંચાને આરંભ થયે છે ચારથી વહીવંચા સંવત્ કે ભાટ સંવત હોવાનું લેખી શકાય.
ભાણ રાજાને સંતાન ન હતું તેથી એસિયાના શેઠ જયમલ ઓસવાલની પુત્રી રત્નાકુમારીને તે પરણ્ય. તેને રણે તથા કુંભ નામે બે પુત્રો થયા. તેણે સં૦ ૭૯૫ ના માગશર સુદિ ૧૦ ને રવિવારે બા, ઉદયપ્રભસૂરિ પાસે શ્રાવકનાં બાર વ્રત અંગીકાર કર્યા. ધર્મપ્રચાર
આચાર્યશ્રીએ ભિન્નમાલના શ્રીમાલી તથા પિરવાડનાં સેંકડે કુટુંબને પ્રતિબોધી જૈન બનાવ્યા.
તેઓ સં. ૮૩૨ માં અનશન સ્વીકારી નાડેલમાં સ્વર્ગે ગયા. તેમની પાટે બે આચાર્યો થયા. (૧) પ્રભાનંદસૂરિ અને (૨) વલ્લભ મૂરિ. પ્રભાનંદસૂરિથી “નાણુવાલગચ્છ” નીકળે અને વલ્લભસૂરિથી વલ્લભીગછ નીકળે, જેનું બીજું નામ “નાડોલગચ્છ” હતું. તેને સમય સં૦ ૮૩૨ ગણાય.
(૫) આ૦ પ્રભાનંદસૂરિ–તેમણે નાણાના રાજા શત્રુશલ્યને ઉપદેશ આપી જેન બનાવ્યું. તેમના ઉપદેશથી રાજા શત્રુશલ્ય શત્રુ જયને સંઘ કાઢયો. સાધમિકેને સેનામહેરની લહાણી કરી. ધર્મની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org