________________
૫૦૫
ચાલીસામું ]
અમુનિચંદ્રસૂરિ નગરશેઠના ઘરમાં છે. તેમણે મહો. યશોવિજયજીની પ્રતિમાશતક' પર સં. ૧૭૯૯ના મહા સુદિ ૮ ને ગુરુવારે ટીકા રચી છે. “ઊઠી સવારેવાળી અધ્યાત્મહુતિ પણ તેમની રચના છે. તેમને સંતુ ૧૭૬૮ને પ્રતિમાલેખ મળે છે.
પૂનમિયાગચ્છની પ્રધાન, ભીમપલ્લીય, ભરુચ, છાપરિયા, અને ચતુર્થશાખા એમ વિવિધ શાખાઓના પ્રતિમાલેખ મળે છે,
પૂનમિયાગચ્છનાં ગોત્ર–૧ સાંઢ, ૨ સિયાલ, ૩ સાલેચા, ૪ પૂનમિયા, ૫ મેઘાણી, ૬ ધનેરા વગેરે પૂનમિયાગર છનાં જેન ગોત્ર છે.
(-પૂનમિયાગ૭ મહાત્માની વહીના આધારે)
અંચલગચ્છ પાછલાં ૮૦૦ વર્ષોમાં વડગ૭, દેવાચાર્યગચ્છ, તપગચ્છ, અંચલ ગચ્છ અને ખરતરગચ્છમાં અનેક પ્રભાવક મુનિવરે થયા છે. અંચલ ગછે પણ જૈનધર્મના સંરક્ષણ અને સંવર્ધનમાં કીમતી ફાળે આ છે. આ મેતુંગસૂરિએ સં ૧૪૩૮ માં અંચલગચ્છની સંસ્કૃત પટ્ટાવલી રચી છે. તેના આધારે બીજી પટ્ટાવલીઓ તથા જુદી જુદી અનુપૂતિઓને વધારે થયો છે. મુનિ શ્રીધર્મસાગરજીએ સં. ૧૯૮૪ માં તે પટ્ટાવલીઓ, અનુપૂર્તિઓ, શિલાલેખે, વહીવંચાની વહીઓ વગેરેના આધારે ગુજરાતીમાં અંચલગચ્છની મેટી પટ્ટાવલી લખી છે, જેમાં અંચલગછીય આચાર્યો, પ્રભાવકે અને તત્કાલીન ઘટનાઓને સંગ્રહ કર્યો છે. આ ભવસાગરે ૧૫૮૦માં સંસ્કૃત પટ્ટાવલી બનાવી છે.
શંખેશ્વરગચ્છપટ્ટાવલી-નાણાવાલગ૭પટ્ટાવલી
અંચલગચ્છની મેટી પટ્ટાવલીમાં શંખેશ્વરગચ્છ અને વડગ૭ એમ બે ગચ્છની પરંપરા જોડાયેલી છે, તેમાંથી શંખેશ્વરગચ્છની પટ્ટાવલી નીચે મુજબ તારવી શકાય છે. આ પટ્ટાવલીમાં વહીવંચા સંવત (ભાટસંવત) વપરાયા છે.
(૧) આ ઉદ્યોતનસૂરિ–તેઓ શંખેશ્વરગચ્છના આચાર્ય હતા. તેઓ વિ. સં. ૭૨૩ માં વિદ્યમાન હતા.
દિક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org