________________
૫૦૮ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ. પ્રભાવના કરી. આચાર્યશ્રી સં. ૮૮૦ માં પ્રભાસપાટણમાં સ્વર્ગ ગયા. વીરવંશાવલી”માં આ આચાર્યનું નામ આપ્યું નથી. આ આચાર્યથી “નાણુવાલગચ્છ નીકળે.
(૬) આદધર્મચંદ્રસૂરિ તેઓ સં. ૮૮૦ માં આચાર્ય થયા. (૭) આ સુવિનયચંદ્રસૂરિ–તેઓ સં. ૯૨૨ માં આચાર્ય થયા. (૮) આ૦ ગુણસમુદ્રસૂરિ–તેઓ સં. ૯૫૭ માં આચાર્ય થયા. (૯) આ. વિજયપ્રભસૂરિ–તેઓ સં૦ ૯૫ માં આચાર્ય થયા. (૧૦) આ નરચંદ્રસૂરિ—તેઓ સં૦ ૧૦૧૩ માં આચાર્ય થયા. (૧૧) આ૦ વીરચંદ્રસૂરિ તેઓ સં. ૧૦૭૧ માં આચાર્ય થયા.
આ સમયે વલભી શાખાના આ૦ સેમપ્રભસૂરિ હતા. તે બંને આચાર્યો એકસાથે પાલનપુરમાં ચોમાસુ રહ્યા. બંને પાલખીમાં બેસતા હતા. તેમના યતિઓમાં શિથિલાચાર વધી રહ્યો હતો. આ વીરચંદ્ર સં૦ ૧૧૩૩ માં વઢવાણમાં સ્વર્ગસ્થ થયા.
આ અરસામાં જ મહમ્મદ ઘોરીએ ભિન્નમાલ ભાંગ્યું.
(૧૨) આ૦ જયસિંહ—તેઓ ઉપાત્ર થશેદેવના શિષ્ય હતા. આ વીરચંદ્ર કાલધર્મ પામતાં ગચ્છના આચાર્યોએ તેમને સં૦ ૧૧૩૩ માં સૂરિપદે સ્થાપન કર્યા અને તેમણે નવ શિષ્યને ચંદ્રાવતીમાં આચાર્ય પદવી આપી.
(શતપદીપદઃ ૧૦૮) ઉપાધ્યાય વિજયચંદ્ર તેમના શિષ્ય હતા.
આ૦ જયસિંહના ગુરુભાઈ ઉપાધ્યાય મુનિતિલકે પાટણમાં પિતાના ધનાઢય કાકાની મદદથી સ્વયં આચાર્યપદ લીધું, જેનાથી “તિલકશાખા” નીકળી. આ૦ જયસિંહ ઘણું શિથિલ હતા. તેઓ સં. ૧૧૬૯માં વઢવાણમાં સ્વર્ગ સંચર્યા. - આચાર્યના નાના ભાઈ તેમના શિષ્ય હતા, જેમનું નામ મુનિ રાજચંદ્ર હતું. તે પરકાયપ્રવેશિની વિદ્યાના જાણકાર હતા.
(૧૩) અ. વિજયચંદ્ર–તેઓ આ૦ જયસિંહના શિષ્ય હતા. ઉપાધ્યાયપદે હતા. તેઓ પ્રથમ આચાર્ય થયા નહતા. આ. યશેભદ્ર આનેમિચંદ્રસૂરિના શિષ્ય આ શીલગુણસૂરિ તેમના મામા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org