________________
૪૮૦
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ આ સમયે સં. ૧૫૮૨ ના માહ સુદિ ૫ ના રોજ અમદાવાદમાં સ્થવિર પરંપરાની પઘપ્રશસ્તિ લે૧૧૦ની રચના થઈ. ઉપા- સાધુ રંગ ગણુએ સં. ૧૫૯લ્માં “સુયગડંગસુત્ત-દીપિકા” (ગ્રં: ૧૩૪૧૬) રચેલી છે.
પપ. આ જિનમાણિજ્યસૂરિ–તેઓ કુકડા પડાગોત્રના શારાજ (રાઉલ જીવરાજ) તથા તેમની પત્ની રન્નાદેવી (રયણાદેવી પન્નાદેવી)ના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૫૪૯ માં થયે. તેમણે સં. ૧૫૬૦ માં દીક્ષા લીધી. સં. ૧૫૯૨ ના ભાદરવા વદિ ૯ (માહ સુદિ ૫)ને રોજ પાટણમાં આ૦ જિનહંસના હાથે આચાર્ય પદવી મેળવી અને સં૦ ૧૬૧૨ ના અષાડ સુદિ ૫ ના રોજ અનશનપૂર્વક સ્વર્ગવાસ થ.
તેઓ ગુજરાત, પૂર્વદેશ અને સિંધમાં વિચર્યા હતા. તેમણે પાંચ નદીને સાધી હતી. સં. ૧૫૪ માં બિકાનેરમાં મંત્રી સ્મૃસિંહના દેરાસરમાં ભ૦ નેમિનાથની પ્રતિષ્ઠા કરાવી હતી. તેઓ જેસલમેરમાં ઘણાં વર્ષો સુધી સ્થિર રહ્યા. એટલે ખરતરગચ્છના યતિઓ શિથિલ બની ગયા અને લોકાગચ્છ ફેલાવા લાગ્યું. આથી મંત્રી સંગ્રામસિંહે આચાર્યશ્રીને શિથિલાચાર છેડી કિદ્ધાર કરવા વિનતિ કરી. આચાર્યશ્રીએ જણાવ્યું કે, “હું દેરાઉરની યાત્રા કરી આવીને પછી કિદ્ધાર કરીશ.” તેઓ દેરાઉરની યાત્રા કરી જેસલમેર તરફ આવતા હતા, ૨૫ કેશ સુધી આવ્યા પણ ત્યાં પાણી ન મળવાથી (સં. ૧૬૧૨ અ સુ ૫) અનશન લઈ કાલધર્મ પામ્યા. તે પછી તેમના શિષ્યો ઉપાઠ કનકતિલક વગેરેએ કિયોદ્ધાર કર્યો.
આ જિનભદ્રસૂરિની પરંપરાના ઉપા૦ રત્નાકર ગણિએ સં. ૧૬૧૦ ના શ્રાવણ વદિ ૮ના રોજ “જીવવિચાર”ની પ્રાકૃત વૃત્તિના આધારે સંસ્કૃત-ટીકા રચી. - પ. આ જિનચંદ્રસૂરિ–તેઓ વડલીના રીડગેત્રના શાક શ્રીવંત અને તેમની પત્ની શ્રીદેવીના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૫૫માં થયું હતું. તેમણે સં૦ ૧૬૦૪માં દીક્ષા લીધી. સં. ૧૬૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org