________________
४७८
ચાલીશમું].
આ૦ મુનિચંદ્રસૂરિ ૫૪. આ જિનહંસરિ—તેઓ સેત્રાવાના શામેઘરાજ ચોપડા અને તેમની પત્ની કમલાદેના પુત્ર હતા. તેમને સં. ૧૫૨૪માં જન્મ થયે. તેમણે સં. ૧૫૩૫માં જેસલમેરમાં દીક્ષા લીધી. દીક્ષા નામ મુનિ ધર્મરંગ રાખવામાં આવ્યું. તેમને સં. ૧૫૫૫માં અમદાવાદમાં આચાર્ય પદ આપવામાં આવ્યું. સં. ૧૫૫૬ ના વૈશાખ સુદિ ૩ દિને (જેઠ સુદિ ૯ રવિવારે) રોહિણી નક્ષત્રમાં બિકાનેરમાં આ૦ શાંતિ સાગરના સૂરિમંત્રથી ભટ્ટારકપદ મળ્યું અને સં. ૧૫૮૨માં અમદાવાદમાં ત્રણ દિવસનું અનશન કરી તેમને સ્વર્ગવાસ થયો હતે.
જ્યારે આચાર્યશ્રી ૧૪ સાધુઓ સાથે આગરા પધાર્યા ત્યારે ત્યાંના શ્રીસંઘે તેમને નગરપ્રવેશમહોત્સવ કર્યો હતો. પરંતુ ત્યાંના બાદશાહ સીકંદર લેદીએ (ઈ. સ. ૧૪૮૮થી ૧૫૦૭) કેઈની કાન ભભેરણના કારણે આચાર્યશ્રી, ૧૩ સાધુઓ તેમજ ૫૦૦ માણસે વગેરેને ધેળપુરની કેદમાં પૂરી દીધા હતા. એ સ્થિતિમાં ત્રણ વર્ષ પસાર થઈ ગયાં. (જૂઓ, પ્રક. ૪૪, બાદશાહ ૩૩, સિકંદર લેદી)
આચાર્યશ્રીએ વિવિધ દેવેનું આરાધન કર્યું પણ કંઈ ન વળ્યું. આખરે આ અજિતદેવસૂરિ પ્રતિષ્ઠિત જીરાવલા પાર્શ્વનાથનું આરા. ધન કર્યું–નીર પઠ્ઠીપુરાપાર્શ્વનાથપયા ? શા તેમની કૃપાથી તેઓ કેદમાંથી છૂટ્યા. તેમણે ૫૦૦ કેદીઓને પણ છોડાવ્યા અને બાદશાહને ઉપદેશ આપી અમારિ પ્રવર્તાવી.
વૃદ્ધાચાર્ય પટ્ટાવલી”માં જણાવ્યું છે કે, આ જિનદત્તનું અભિવચન તેડવાથી આવા વધ-બંધન થાય. આ૦ જિનહંસે ઘણું પ્રતિષ્ઠા કરાવી હતી, યાત્રાસંઘે કઢાવ્યા હતા. ઘણા નવા આચાર્યો બનાવ્યા હતા. સં. ૧૫૮૨માં તેમણે “આયરંગસુત્ત-દીપિકા રચી.
બાદશાહ સીકંદર (ઈ. સ. ૧૪૮૯ થી ૧૫૦૭) લોદીએ આ જિનહંસને કેદમાં પૂર્યા તેથી આ૦ શાંતિસાગરે આ જિનસમુદ્રની પાટે આ૦ જિનદેવને નવા આચાર્ય બનાવી સ્થાપન કર્યા. ખરતરગચ્છમાં સં૦ ૧૫૬૪-૬૫માં મારવાડના રેયા ગામમાં આ૦ જિનદેવથી છઠ્ઠો “આચાર્યગચ્છ” (વડો આચાયયગ) નીકળે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org