________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૯૫ પ્રતિષ્ઠા કરી હતી. તેઓ સં. ૧૮૭ના વૈશાખ સુદિ ૧૩ના રેજ બિકાનેરમાં સ્વર્ગસ્થ થયા હતા.
૬૬. ભ૦ જિનહેમસૂરિ–તેમને જન્મ સં. ૧૮૬૬ના અષાડ સુદિ ૧ના રોજ પુષ્ય નક્ષત્રમાં સાલિયાણા ગામમાં થયે હતો. સં. ૧૮૮૩ના વિશાખ સુદિ ૩ના રોજ દીક્ષા લીધી હતી. તેમને સં. ૧૮૯૭ના જેઠ સુદિ પના રેજ બિકાનેરમાં ભટ્ટારકાદ મહેત્સવ થયે હતું. તેમણે ઈદેરના સંઘમાં ઝઘડો હતે તે દૂર કરાવ્યો હતું અને ત્યાં જિનપ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. મદમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. તેમણે સર્વ દેશમાં વિચરી તીર્થયાત્રાઓ કરી હતી.
પૂનમિયાગછ–પૂર્ણિમા પક્ષ (સં. ૧૧૫૯) વગચ્છના આ સર્વદેવસૂરિની પાટે આઠ આચાર્યો થયા. તેમાં સૌથી મોટા આ૦ જયસિહસૂરિ હતા. તેમની પાટે આ ચંદ્રપ્રભસૂરિ થયા. તેઓ વિદ્વાન અને વાદી હતા. વડગચ્છમાં વડેરા હતા. તેમને વાદીભસૂરિનું બિરુદ હતું (પ્રક. ૩૯, પૃ૦ ૪૧૬)
તેમનાથી નાના આ૦ મુનિચંદ્રસૂરિ હતા. તેઓ પરમ શાંત, ત્યાગી અને લોકપ્રિય હતા. એમની લોકપ્રિયતાએ નવા ગચ્છને જન્મ દેવાનું કારણ આપ્યું.
(પ્રક. ૪૦, પૃ. ૪૨૩) સં. ૧૧૪૯ નું એ વર્ષ હતું. એક શ્રાવકે મેટા આચાર્યશ્રીને વિનંતિ કરી કે, “મારે પ્રતિષ્ઠા કરાવવી છે માટે આપ આ૦ મુનિચંદ્રસૂરિને આજ્ઞા આપે જેથી તેઓ ત્યાં આવીને મારું કાર્ય સિદ્ધ કરી આપે.”
આ ચંદ્રપ્રભસૂરિને આ વિનંતિ પિતાના અપમાન સ્વરૂપ ભાસી. તેમને એમ લાગ્યું કે, આ શ્રાવક આ૦ મુનિચંદ્રને લઈ જવા રાજી છે પણ અમને લઈ જવાની તેની ઈચ્છા નથી. આથી જ અમારે આ૦ મુનિચંદ્રને પણ ત્યાં મેકલવા ન જોઈએ. આચાર્યશ્રીએ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org