________________
ચાલીશમું ] આ૦ મુનિચંદ્રસૂરિ
૪૯૩ નીકળી શત્રુંજય તીર્થમાં ગયા. ત્યાં સંઘપતિની માતાજીએ ભ૦ ઋષભદેવ દાદાને મેતીને હાર પહેરાવ્યો પણ ભાટેએ તે હાર તરત જ ઉઠાવી લીધો. ભાટેની આવી જોહુકમીથી સંઘપતિએ તેમની સામે સખત હાથે કામ લીધું અને ભાટોની જોહુકમીને અંત આ.
આ અરસામાં ભ૦ જિનભક્તિસૂરિના શિષ્ય પં. પ્રીતિસાગરે શિષ્ય ઉપાઠ અમૃતગણના શિષ્ય મહે. ક્ષમાકલ્યાણગણું સમર્થ વિદ્વાન થયા હતા. તેમણે કિદાર કરી પીળાં વસ્ત્રો ધારણ કર્યા હતાં.
તેમણે ચિત્યવંદન ચતુર્વિશતિ, પર્વકથા સંગ્રહ સં. ૧૮૬૦ના ફાગણ વદિ ૧૧ બિકાનેર, ખરતરગચ્છપટ્ટાવલી સં. ૧૮૩૦ જૂનાગઢ, ગૌતમીયમહાકાવ્ય-ટીકા સં૦ ૧૮પર ના ભાદરવા સુદિ ૧૧ ને સોમવાર, જેસલમેર વગેરે ગ્રંથો રચ્યા છે. તેમણે “ખરતરગચ્છ પટ્ટાવલીમાં ભવ્ય જિનચંદ્ર અને ભવ્ય જિનહર્ષસૂરિના પટ્ટાનુકમ પાછળથી વધાર્યા છે. તેમણે ભ૦ જિનચંદ્રની સાથે પૂર્વ દેશનાં તીર્થોની યાત્રા કરી હતી. મહિમાપુરના પ્રતિષ્ઠાલેખમાં તેમનું નામ મળે છે. તેઓ સં. ૧૮૭૪ માં બિકાનેરમાં સ્વર્ગવાસી થયા હતા અને તેમના શિષ્ય પં. ધર્માનંદગણિએ સં. ૧૮૭૪ માં બિકાનેરમાં તેમની ચરણપાદુકાની પ્રતિષ્ઠા કરી હતી.
૬૬. ભ૦ જિનસોભાગ્ય–તેમને જન્મ સં. ૧૮૬૨માં થયે. સં. ૧૮૭૭માં તેમણે દીક્ષા લીધી. સં. ૧૮૯૨ના મહા સુદિ ૭ને ગુરુવારે બિકાનેરમાં ભટ્ટારપદ મહેત્સવ થયો અને સં. ૧૯૧૭માં સ્વર્ગવાસ થયે..
૬૭. ભ૦ જિનસિંહ–-તેમને સં. ૧૯૫માં બિકાનેરમાં સ્વર્ગવાસ થયે.
૬૮. ભ૦ જિનચંદ્ર. ૬૯ ભ૦ જિનકીતિ. ખરતરગચ્છ પટ્ટાવલી ત્રીજી (લઘુ આચાર્યા ગચ્છ)
પ૭. ભ૦ જિનસિંહ–તેમને સં૦ ૧૬૭૪માં મેડતામાં સ્વર્ગવાસ થયો.
(જૂઓ, પ્રક. ૪૦, પૃ૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org