________________
૪૮૨
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજે [ પ્રકરણ દેશમાં અહિંસાનાં ફરમાને મોકલ્યાં. સમ્રાટે તેમને “જગદ્ગુરુને ખિતાબ આપે અને સમય આવતાં તેમને શત્રુંજય તીર્થને પટ્ટો લખી આપ્યો. જગદ્ગુરુ શ્રીહીરવિજયસૂરિએ અહીં ચાર વર્ષ વિચરીને શાસનપ્રભાવના કરી, ગુજરાત તરફ વિહાર કર્યો. બસ, એ સમયથી મોગલ દરબારમાં જૈન મુનિઓને પ્રવેશ શરૂ થયે. (જૂઓ, પ્ર૮)
આ જિનચંદ્રના શિષ્ય પં. તિલકગણીએ સં. ૧૫૬માં ખંભાતમાં “પ્રાકૃત શબ્દસમુચ્ચય” રચ્યું. તેમના પ્રશિષ્ય ધર્મસમુદ્ર સં. ૧૫૬૭ માં “સુમિત્રકુમારરાસ” ની રચના કરી. - મંત્રી કમચંદ્ર આ૦ જિનચંદ્રને આગરા બેલાવ્યા. આચાર્ય શ્રીએ સં. ૧૬૪૮ના અષાડ શુ૦ ૮ના રેજ ખંભાતથી વિહાર કરી જાલેરમાં પર્યુષણ તથા ચોમાસુ પસાર કરી ફાવશુ. ૧૨ ના રોજ તેઓ લાહોર પધાર્યા. આચાર્યશ્રી ડું લાહેરમાં રહ્યા અને પછી હાપુડ પધાર્યા. આચાર્યશ્રીએ લાહોરમાં સમ્રાટ અકબરને ઉપદેશ આપે, અને આ૦ હીરવિજયસૂરિને અમારિનાં ફરમાન આપ્યાં હતાં તેવા
માસી અઠ્ઠાઈ માટે ફરમાનેની માગણી કરી ફરમાન મેળવ્યું. ખંભાતના દરિયામાં માછીમારોની જાળ બંધ કરાવી. મંત્રી કર્મ ચંદ્ર મેટા સમારેહથી આચાર્યશ્રીને યુગપ્રધાનપદ આપ્યું. તથા વામાનસિંહને આચાર્યશ્રીના હાથે આ જિનસિંહના નામથી આચાર્યપદ અપાવ્યું. આ ઉત્સવમાં સમ્રાટે નહીં પણ સમ્રાટના ધર્મગુરુ શેખ અબુલફજલે હાજરી આપી હતી.
સમ્રાટ અકબર સં૦ ૧૬૬૨ ના કાર્તિક સુદિ ૧૫ના રોજ મરણ પામે. તે પછી જહાંગીર દિલ્હીને બાદશાહ બને. આ જિનસિંહે એવી ભવિષ્યવાણી કરી હતી કે, શાહજાદે ખુશરુ દિલ્હીને બાદશાહ બનશે. આથી બિકાનેરને રાજા રાયસિંહ, યુવરાજ દલપત તેમજ મંત્રી કર્મચંદ્ર બછાવત વગેરેએ શાહજાદા ખુશને પક્ષ કર્યો હતે. સમ્રાટ જહાંગીરે એ વાત દાઢમાં રાખી સમય આવતાં બિકાનેરના રાજવંશનું અને મંત્રી કર્મચંદ્ર બછાવતના વંશનું યુક્તિથી મૂળથી નિકંદન કાઢી નાખ્યું. તેણે આ જિનસિંહ માટે તુજુકે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org