________________
૪૮૧
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ ના ભાદરવા સુદિ ૯ ના રોજ જેસલમેરમાં તેમને આચાર્યપદ મળ્યું. સં. ૧૯૭૦ ના આસો વદિ ૨ ના દિવસે બિલાડામાં સ્વર્ગવાસ થયે. દિાર–
તેમણે સં. ૧૬૧૩ ના ચિત્ર સુદિ ૭ ના રોજ ઉપાય કનકતિલક સાથે પરિગ્રહ છેડી કિદ્ધાર કર્યો.
એ સમયે બિકાનેરમાં ૮૪ ગ૭ના ઉપાશ્રયે હતા. બીજા ગચ્છના મહાત્માઓ, યતિઓ, કુલગુરુ કે વહીવંચા આ૦ જિનચંદ્રને માનતા ન હતા. સામૈયામાં સામે જતા નહોતા. બિકાનેરના મંત્રી સંગ્રામસિંહના પુત્ર મંત્રી કર્મચંદ્ર બછાવત જે આચાર્યશ્રીના ભક્ત હતા તેમને આ૦ જિનચંદ્રને ન માનવાના કારણે તે મહાત્માઓ, વહીવંચાઓ વગેરે પ્રતિ ભારે ગુસ્સો આવ્યો. તેમણે ગચ્છના દષ્ટિ રાગથી બીજા ગચ્છના મહાત્માઓ વગેરેની પટ્ટાવલીઓ અને વહીઓ વગેરેને નાશ કર્યો. “પ્રાચીન ઇતિહાસ પર પડદે પડડ્યો.” પાછળથી તેમણે નવી પટ્ટાવલીઓ અને વહીઓ તૈયાર કરાવી.'
તે પછી બિકાનેરને રાજા રાયસિંહ તેમજ “રાજરસનામૃત” બનાવનાર તેના ભાઈ પૃથ્વીરાજ સાથે ખટપટ થવાથી મંત્રી કર્મચંદ્ર આગરા ગયા અને ત્યાં સમ્રાટ અકબરના અંગત ખાતામાં નિમાયા.
(-રાજરસનામૃત, પૃ. ૩૪, ધારઃ ૪) આ જિનચંદ્ર પાટણમાં શાસ્ત્રાર્થ થયો તેમાં આ૦ અભયદેવસૂરિને ખરતરગચ્છના સિદ્ધ કરાવવા સબળ પ્રયત્ન કર્યો હતો. આ૦ વાદિદેવસૂરિના વાસક્ષેપથી સ્થપાયેલ ફધિ તીર્થમાં ખરતરગચ્છીઓએ પ્રવેશ મેળવવા ભારે જહેમત ઉઠાવી હતી.
એ જ અરસામાં દિલ્હીની ગાદીએ મેગલ સમ્રાટ અકબર હતો. તેણે ગુજરાતના સૂબાને પત્ર લખી આ૦ હીરવિજયસૂરિને ગુજ. રાતથી આગરા બેલાવ્યા. સં. ૧૬૩૯માં તેમને ઉપદેશ સાંભળ્યો. પિતાના રાજ્યમાં છૂટક છૂટક છ મહિનાની અમારિ પળાવી. છ
૧. વધુ વિવરણ માટે જુઓ, ખરતરગચ્છીય મહે. રામલાલ ગણિની ‘મહાજનવંશમુક્તાવલી.’
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org