________________
૪૮૬ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ રજે ( પ્રકરણ પ્રત્યે પ્રેમ થાય છે. હું આવા કાર્યને પસંદ કરું છું. આ માટે મેં ગુજરાતથી આઠ હીરવિજયસૂરિને અહીં બેલાવ્યા હતા. તે સપોરે વાર અહીં આવ્યા છે. તેમનામાં ઉગ્ર તપ, અસાધારણ પવિત્રતા વગેરે છે, જે સર્વથા આદરપાત્ર છે; સન્માનોગ્ય છે. તે હવે ગુજરાત પધારે છે. તેમની ઈચ્છા છે કે બાદશાહ અનાથને રક્ષક છે. તે શ્રાવ વ. ૧૨ થી ભાવ સુ. ૬ એમ પજુસણના ૧૨ દિવસે પવિત્ર છે. તેમાં કઈ પણ સ્થાને કોઈ પણ પશુપાણી મરાય નહિ એવું કરવું જોઈએ. આમ કરવાથી દુનિયામાં પ્રશંસા વધે. ઘણું જીવે વધથી બચી જાય, આમ કરવાથી પ્રભુ પણ બાદશાહ ઉપર પ્રસન્ન રહેશે. તેઓની આ ઈચ્છા છે. આ ઈચ્છા અમારા ધર્મથી પ્રતિકૂળ નથી. પવિત્ર મુસલમાન ધર્મને અનુકૂળ છે. તેમની આ માગણીને સ્વીકારી અમે હુકમ જાહેર કર્યો કે- “કેઈએ પર્યુષણના ૧૨ દિવસમાં જીવહિંસા કરવી નહિ. આ હુકમ હમેશાં માટે છે તેનું બરાબર પાલન કરવું–હીજરી સન ૯૨ જમાદુલસાની મિતિ-૭.
આ ફરમાનની નકલ ૬ સ્થાન માટે બનાવી છે. (૧) ગુજરાતના સૂબા, (૨) માળવાના સૂબા, (૩) અજમેરના સૂબા, () દિલ્હી ફતેહપુરને પ્રદેશ, (૫) લાહેર-મુલતાનને પ્રદેશ અને (૬) સૂરિજીની પાસે રાખવા માટે બનાવી.
ઉજજૈનમાં માલવાના સૂબા પર મોકલાવેલ અસલ ફરમાન સુરક્ષિત છે, જેની લંબાઈ ૨ ફૂટ, પહોળાઈ ૧૦ ઈંચ છે. મોટા મજબૂત કપડા ઉપર સોનેરી શાહીથી લખેલ છે. તે કઈ કઈ સ્થાને ફાટી ગયું છે. મેજર જનરલ સર જોન માલકમે પિતાના મેમાય એફ સેંટ્રલ ઇંડિયા પુસ્તકના ભા૨, પૃ. ૧૩૫–૧૩૬માં તેને અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કર્યો છે.
(૨) જૈન તીર્થોના દાનનું ફરમાન–અકબર બાદશાહ લખે છે કે, મારા તાબાના માલવા, શાહજહાંનાબાદ, લાહેર, મુલતાન, અમદાવાદ, અજમેર, મેરઠ, ગુજરાત, બંગાળ વગેરે મુલક તથા બીજા જે નવા તાબામાં આવે તે મુલકના સૂબા, કરોડપતિ અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org