________________
૪૮૯
ચાલીશમું ]
આ મુનિચંદ્રસૂરિ સમ્રાટ જહાંગીર ભ૦ જિનસિંહસૂરિ ઉપર ખૂબ નારાજ હતું, જેનું વર્ણન તેણે પિતાના તુજુકે જહાંગીર (જહાંગીરનામા) ગ્રંથમાં પ્રસંગે પ્રસંગે કર્યું છે. જે એ ભમરલી ઘટના બની ન હોત તો આ ભટ્ટારક મેગલ દરબારમાં સુંદર ધર્મપ્રભાવના કરી શક્યા હોત.
તેમની પાટે બે આચાર્યો થયા : (૧) ભટ્ટારક જિનરાજસૂરિ અને (૨) આ જિનસાગરસૂરિ સં૦ ૧૬૭૪.
૫૮. ભ૦ જિનરાજ–તેઓ શાધરમશી થરા અને તેમની પત્ની રાજલના પુત્ર હતા. તેમને જન્મ સં. ૧૬૪૭ ના ચૈત્ર સુદિ ૭ ના રોજ થયો હતો. સં. ૧૬૫૬ ના માહ સુદિ ૩ ના રોજ બિકાનેરમાં તેમણે દીક્ષા લીધી ત્યારે તેમનું નામ રાજસમુદ્ર પાડવામાં આવ્યું. સં. ૧૬૬૮માં આશાવલમાં તેમને વાચક પદ આપવામાં આવ્યું. સં. ૧૬૭૫ ના ફાગણ સુદિ ૭ને રેજ મેડતામાં આચાર્યપદ મળ્યું ત્યારે તેમનું નામ આ જિનરાજસૂરિ રાખવામાં આવ્યું. સં. ૧૬૯ના અષાડ સુદિ ૯ ના રોજ પાટણમાં તેમને સ્વર્ગવાસ થયો હતે.
આ જિનરાજ અને જિનસાગર એ બંને એક જ દિવસે આચાર્ય થયા હતા. તે બન્નેએ સં. ૧૬૭૫ માં શત્રુંજય તીર્થ ઉપર સવા મજીની મુખજીની ટૂંકમાં ભ૦ રાષભદેવની ચૌમુખ પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી. એ ઉપરાંત તેઓએ ભાણવડ, અમદાવાદ, મેડતા વગેરે સ્થાનમાં પ્રતિષ્ઠા કરી હતી. - આ જિનરાજ વ્યાકરણ, કાવ્યસાહિત્યના વિદ્વાન હતા. તેમણે નૈષધીય મહાકાવ્ય” ઉપર જિનરાજીયા ટીકા રચેલી છે. આ જિનપ્રભસૂરિની પરંપરામાં એક આ૦ જિનરાજસૂરિ થયા છે તે આનાથી જુદા હતા.
૧. આ પ્રતિષ્ઠા ઉત્સવમાં મહે૦ જયસમ ગણિ, ઉપા. વિજ્ય ગણિ, ઉપા ધર્મનિધાન ગણિ, પં. આનંદકીર્તિ ગણિ વગેરે મુનિવર હાજર હતા. આ ઉદ્ધારને અને પ્રતિષ્ઠાને લાભ સંસમજીના પુત્ર સં૦ રૂ૫જી વગેરેએ લીધે હતે.
(-શ૩ તીથલેખ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org