________________
ચાલીરામે ] આ મુનિચંદ્રસૂરિ
४८3 જહાંગીર (જહાંગીરનામા)માં ખૂબ તિરસ્કારભર્યા શબ્દો લખ્યા છે. આ સ્થિતિમાં આગરા પ્રદેશમાં જેન તિઓને, તેમાંયે ખાસ કરીને ખરતરગચ્છના યતિઓને વિહાર સદંતર બંધ થઈ ગયે.
એ જ અરસામાં તપાગચછના મહેર ભાનુચંદ્ર ગણુંવર અને તે પછી મહ૦ વિવેકહષ ગવર, પં૦ મહાનંદ, પં. પરમાનંદ વગેરે આગરામાં વિચરતા હતા. આ જિનચંદ્રસૂરિની તીવ્ર ભાવના હતી કે યતિઓને વિહાર એ પ્રદેશમાં ચાલુ કરાવે. એટલે તેઓ વૃદ્ધાવસ્થામાં પણ આગરા પધાર્યા અને મહેવિવેકહર્ષ ગણી તથા પં. પરમાનંદ ગણીને સાથે રાખી બાદશાહ જહાંગીરને મળ્યા અને બાદશાહને રાજી કરી સૌને માટે આગરા પ્રદેશ તરફને વિહાર ખુલ્લો કરાવ્યો.
આ આચાર્યશ્રીએ ઘણી પ્રતિષ્ઠા કરાવી હતી. શિષ્યોની પદસ્થાપના પણ કરી હતી. એ રીતે વિવિધ ધર્મકાર્યો કર્યા હતાં.
ખર૦ ૫૦ જયમે સં. ૧૬પ૦ માં લાહેરમાં “કર્મચંદ્રચરિત્ર” રચ્યું. ૫૦ ગુણવિનયે સં. ૧૬૫૫ માં “કર્મચંદ્રપાઈ” રચી છે.
૧. “તુજારે જહાંગીર' ને મુંશી દેવીપ્રસાદકૃત હિન્દી અનુવાદ સારાંશજહાંગીરનામા, સં. ૧૯૬૨ કાર્તિક સુદિ ૧૧, કલકત્તામાં છપાવેલ, તેના પૃષ્ઠ ૧૫ પર, ૬૬, ૭૦, ૯૭, ૧૦૮, ૧૫૨, ૧૮૧, ૨૦૯માં જુઓ.
૨. મંત્રી કર્મચંદ્ર બછાવત–તે બિકાનેરને મંત્રી સંગ્રામસિંહ બછાવતને પુત્ર હતું. તે બાહોશ હતો અને દેવ-ગુરુ તેમજ ધર્મને પ્રેમી હતો. તે પ્રથમ બિકાનેરના રાજા રાયસિંહને મંત્રી હતો રાજકુટુંબ સાથે ખટપટ થવાથી આગરા ગયા અને સમ્રાટ અકબરના અંગત ખાતાને મંત્રી બન્યા. તે આ જિનચંદ્ર અને ઉપામાનસિંહને પરમ ઉપાસક હતા. તેને ખરતરગચ્છ પ્રત્યે ભક્તિરાગ નહીં પણ દૃષ્ટિરાગ હતો. આથી તેની સેવા કુસેવા બની ગઈ. પરિણામે તે પોતે, તેનું કુટુંબતેને ગચ્છ કે જેનશાસન–એ બધામાંથી કોઈને કશે લાભ થશે નહીં. તે ઘટના આ પ્રકારે છે–
() ખરતરગચ્છના મહા રામલાલજી ગણી લખે છે કે-બિકાનેરના કુલગુરુઓ વગેરેએ આ૦ જિનચંદ્રનું સ્વાગત ન કરવાથી ખરતરગચ્છના શ્રાવક બિકાનેરના મંત્રી કર્મચંદ્ર બછાવતે તેઓની વહીઓ તેમજ વંશાવલીઓ વગેરેને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org