________________
૪૬૬ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ આકાશમાં થંભાવી દીધું. આચાર્યશ્રીએ તે ઘડાને ત્યાં ફેડી નાખે પણ તેમાંના પાણીને બરફની જેમ ત્યાં જ થંભાવી રાખ્યું. તે પછી બાદશાહની વિનતિથી તેને નીચે વરસાવ્યું. એક વાર બાદશાહે આચાર્યને પૂછ્યું કે, “આવતી કાલે મારે રાજપાટિકાએ જવાનો રસ્તો કર્યો હશે તે જણાવો.” આચાર્યશ્રીએ એક ચબરખીમાં બંદરબૂરજ અને રસ્તા લખીને આપે. બીજે દિવસે બાદશાહ તે બૂરજ તેડીને રાજપાટીએ ગયે અને જ્યારે પેલી ચબરખી વાંચી ત્યારે બાદશાહને આચાર્યશ્રી પ્રત્યક્ષ પરમેશ્વર જેવા લાગ્યા. બાદશાહે મુસાફરીમાં એક વડને સાથે લઈ જવાની ઈચ્છા દર્શાવી ત્યારે આચાર્યશ્રીના હુકમથી (અને વિજયમંત્રના પ્રભાવથી) વડવૃક્ષ બાદશાહ સાથે પાંચ કેશ સુધી ગયું અને આચાર્યશ્રીએ મનાઈ ફરમાવી ત્યારે તે વડ પાછો પિતાને સ્થાને આવી ઊભે.
આ૦ જિનપતિએ કલ્યાણનગરમાં સં૦ ૧૨૩૩ માં જે ભ૦ મહાવીરની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાને મુસલમાને ઉઠાવી લાવ્યા અને સં૦ ૧૩૮૫ માં દિલ્હીના બાદશાહી મહેલના પગથિયામાં ગઠવી દીધી. તે પ્રતિમાને આ જિનપ્રભે બાદશાહ પાસેથી મેળવીને તેની કલ્યાણનગરમાં પ્રતિષ્ઠા કરી. બાદશાહે તેની પૂજા માટે બે ગામ અર્પણ કર્યા.
બાદશાહ શત્રુંજય તીર્થની યાત્રાએ ગયે ત્યારે આચાર્યશ્રીએ રાયણ વૃક્ષમાંથી દૂધની વૃષ્ટિ કરાવી હતી. આચાર્યશ્રીએ આવા અનેક ચમત્કારે બતાવ્યા હતા.
તેમણે કલાલને ધંધે કરતા ખંડેલવાલોને તે ધંધે છેડાવી જેન બનાવ્યા.
(–વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી, પ્ર. ૧૦) - આ૦ જિનપ્રભે સં. ૧૩૪૯માં નાગેન્દ્રગચ્છીય આ૦ મલ્લેિષણ પાસે અભ્યાસ કર્યો હતે. તેમને “પૂર્ણ સરસ્વતી’ અને ‘પ્રત્યક્ષ સરસ્વતી એમ બે બિરુદ મળ્યાં હતાં.
આ જિનપ્રભને એવી પ્રતિજ્ઞા હતી કે, હમેશાં ઓછામાં ઓછી પાંચ નવી ગાથાઓ રચ્યા પછી જ આહાર લેવો. આથી તેમણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org