________________
૪૭૦
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૯. રાઘવ-પાંડવીય-વૃત્તિ.
૪૩. આ જિનપ્રબોધસૂરિ–તેઓ શા શ્રીચંદ અને શ્રીદેવીના પુત્ર હતા. તેમને સં. ૧૨૮૫ માં જન્મ થયો. તેમનું નામ પર્વત પાડવામાં આવ્યું. તેમણે સં. ૧૨૯૬ ના ફાગણ વદિ ૫ ના રોજ થરાદમાં દીક્ષા લીધી ત્યારે તેમનું નામ પ્રબોધમૂર્તિ રાખવામાં આવ્યું. સં. ....વાચક પદ મળ્યું અને સં. ૧૩૩૧ ના આ વદિ ૫ ના રોજ આચાર્યપદ આપ્યું ત્યારે નામ આ જિનપ્રબોધસૂરિ રાખ્યું. સં. ૧૩૩૧ ના ફાગણ વદિ ૮ ના રોજ જારમાં આચાર્ય પદમહત્સવ થયો. સં. ૧૩૪૧ માં તેમને સ્વર્ગવાસ થયે હતું. તેમણે સં. ૧૩૩૪ માં જેસલમેરમાં “પૂર્ણસાર-કથા'નું સંશોધન કર્યું હતું.
તેમણે સં૦ ૧૩૨૧ માં “સંદેહદલાવલી”ની વૃત્તિ રચી, જેનું ઉપા, લક્ષ્મીતિલક, ઉપા. જિનરત્ન અને ઉપાટ ચંદ્રિતિલકે સંશોધન કર્યું હતું. આચાર્યશ્રીએ સં. ૧૩૨૮ માં “કાતંત્રવ્યાકરણ” પર દુર્ગ પદપ્રય રચ્યું હતું.
આ જિનચંદ્ર સં૦ ૧૩૫૧ માં તેમની પ્રતિમા બનાવેલી, તે ખંભાતમાં વિદ્યમાન છે.
સં. ૧૩૩૩ માં આ જિનસિંહથી ત્રીજો શાખાગચ્છ “લઘુ ખરતરગચ્છ” નીકળે. ( ૪૪. આ જિનચંદ્રસૂરિ–તેઓ સમીયાણાના મંત્રી દેવરાજ છાજેડ અને તેમની પત્ની કમલાદેવીના પુત્ર હતા. તેમને સં૦ ૧૩૨૬ ના માહ સુદિ ૪ ના રોજ જન્મ થયો. નામ ખંભરાય પાડવામાં આવ્યું. તેમણે સં૦ ૧૩૩૨ માં જાહેરમાં દીક્ષા લીધી. તેમને સંતુ ૧૩૪૧ ના વૈશાખ સુદિ ૩ ને સોમવારના રોજ જાહેરમાં આચાર્ય પદ પ્રાપ્ત થયું. તેમને સં. ૧૩૭૬ માં કેસવાણ ગામમાં કંપવાથી સ્વર્ગવાસ થયે હતે.
તેમણે ચાર રાજાઓને પ્રતિબંધ કર્યો હતો, આથી તે સમયે ખરતરગચ્છ રાજગચ્છ એવા નામથી પણ ઓળખાવા લાગે. ખરતરગચ્છના પટ્ટાવલીકારે આ જિનચંદ્રને કલિકાલકેવલી તરીકે ઓળખાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org