________________
"ચાલીશમું ].
આ
મુનિચંદ્રસૂરિ
૪૭૩
વાસક્ષેપથી આચાર્ય પદવી મળી અને સં. ૧૪૧૫ના અષાડ વદિ ૧૩ના રોજ ખંભાતમાં સ્વર્ગસ્થ થયા.
તેઓ પરમસંવેગી હતા. તેમની શિષ્યા સાધ્વી ગુણસમૃદ્ધિ મહત્તરાએ સં. ૧૪૦૬માં “અંજનાસુંદરીચરિત્ર' (૦:૫૦૪) રચ્યું.
૪૯ આ૦ જિનદયસૂરિ પાલનપુરના શારૂંદપાલ મા અને તેમની પત્ની ધારલદેને સમરે નામે પુત્રને જન્મ સં. ૧૩૭પમાં થયે. સમરાએ ભીલડિયામાં દીક્ષા લીધી ને તેઓ મુનિ સેમપ્રભ નામથી ઓળખાવા લાગ્યા. સં. ૧૮૧૫ના અષાડ સુદિ ૨ (૧૩)ને રેજ ખંભાતમાં આ૦ તરુણપ્રભના હાથે આચાર્ય પદવી મેળવી અને આ જિનદયસૂરિ નામ રાખવામાં આવ્યું. સં. ૧૪૩રના ભાદરવા વદિ ૧૧ના રોજ પાટણમાં તેમને સ્વર્ગવાસ થયે. તેઓ પાંચે તિથિએ ઉપવાસ કરતા હતા. તેઓ સૌભાગ્યશાળી હતા. તેમના હાથે ઘણું પ્રતિષ્ઠાઓ, ઘણા પદ તેમજ સંઘપતિઓ થયા. તેમના સમયમાં તપગચ્છના આ દેવસુંદરસૂરિના પટ્ટધર આ૦ સાધુનસૂરિના ઉપદેશથી શંખલપુરના હાકેમ શાકેચર પરવાડે બહુચરાજીનાં બાર ગામમાં અમારિ પ્રવર્તાવી હતી. (પ્રક. ૩૫, પૃ. ૧૯૮; કેચર વ્યવહારિયાને રાસ) આચાર્યશ્રીએ સં૦ ૧૪૧પમાં વિકમરાસ રચ્યો છે.
આ જિનદયના શિષ્ય ઉપા. મેરુનંદને જિનદયવિવાહ તથા સંસ્કૃત, અપભ્રંશમાં સ્તવનની રચના વગેરે કરેલી છે. પં જ્ઞાનકલશે સં. ૧૪૧પમાં “જિનદયસૂરિપટ્ટાભિષેકરાસ” રચ્યો છે.
તે સમયે જેસલમેરના છાજેડ ગેત્રની વેગડશાખાના ઉપાટ ધર્મવલ્લભ વિદ્વાન હતા. આચાર્યશ્રીએ તેમને આચાર્યપદ આપવાને વિચાર કર્યો પણ તેમના દેશે જાણવામાં આવતાં અને શા ઉદયકરણની સલાહ મળતાં તેમને આચાર્ય બનાવ્યા નહીં. તેમના કુટુંબીઓ મંત્રી વગેરે અધિકારપદે હતા. ધનવાળા હતા. ઉપાટ ધર્મવલ્લભે સાચાર જઈ “વારાહી” દેવીની સાધના કરી. રુદ્રપલ્લીગચ્છના આચાર્ય સં. ૧૪રરમાં તેમને પાટણમાં આચાર્યપદવી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org