________________
"४७४
જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ રજો [ પ્રકરણ આપી, આ૦ જિનેશ્વર નામ રાખ્યું. તેમણે કુટુંબીઓની મદદથી નવો ગચ્છ ચલાવ્યું. આ રીતે ખરતરગચ્છમાં સં૦ ૧૪૨૨માં
“વેગડગછ નીકળે.'
૫૦. આ જિનરાજસૂરિ–તેમને સં૦ ૧૪૩૩ના ફાગણ વદિ ૬ના રોજ પાટણમાં આચાર્ય પદ મળ્યું. સં. ૧૪૬૧માં દેલવાડામાં સ્વર્ગગમન થયું. આ જિનવર્ધને સં. ૧૮૬૮માં દેલવાડામાં તેમની પ્રતિમાની પ્રતિષ્ઠા કરી. તેઓ ન્યાયના પ્રકાંડ અભ્યાસી હતા, અને સર્વ સિદ્ધાંતના પારગામી હતા. તેઓ ક્ષમાશીલ હતા. તેમણે (૧) આ૦ સ્વર્ણપ્રભ, (૨) આ૦ ભુવનરત્ન અને (૩) આ૦ સાગરચંદ્રને આચાર્ય પદવી આપી હતી. આ જિનપ્રભસૂરિની પરંપરામાં આ૦ જિનરાજ થયા છે તે આ સૂરિથી જૂદા છે. (જૂઓ, પ્રક. ૪૦, પૃ. ૪૬૯) ' તેમના પરિવારમાં ૩ આચાર્યો, ૧૨ ઉપાધ્યાયે, અને ૩૬ વાચનાચાર્યો હતા. - ૫૧. આ જિનભકિસૂરિ–આ. સાગરચંદ્રસૂરિએ સં૦ ૧૪૬૧ માં દેલવાડામાં આ૦ જિનરાજની પાટે આ જિનવર્ધનને સ્થાપન કર્યા. આ. જિનવર્ધને જેસલમેરમાં ભ૦ ચિંતામણિ પાર્શ્વનાથના દેરાસરમાં મૂળનાયકની પાસે બેસાડેલ ક્ષેત્રપાલની મૂર્તિને ઉઠાવી બહાર બેસાડી. આથી આચાર્યશ્રી અને ક્ષેત્રપાલ વચ્ચે ઝગડે પડ્યો. ક્ષેત્રપાલે આચાર્યશ્રીને બ્રહ્મચર્યવ્રતના ભંગવાળા ઠરાવ્યા. આથી આ૦ સાગરચંદ્ર આ૦ જિનરાજની પાટે આ૦ જિનવર્ધનના બદલે આ જિનભદ્રને બેસાડ્યા. તેમાં ૧ ભાદા નામ, ૨ ભાણસેલ ગામ, ૩ ભણસાલી નેત્ર, ૪ ભદ્રા કરણ, ૫ ભરણી નક્ષત્ર, ૬ ભદ્રસૂરિ નામ અને ૭ ભટ્ટારક પદ–એમ સાત ભકાર મેળવ્યા.
૧. આ૦ જિનવર્ધને સં. ૧૪૭૪માં શિવાદિયરચિત “સપ્તપદાથી 'ની ટીકા રચી તેમજ “વાલ્સટાલંકાર'ની પણ ટીકા રચી આ૦ જિનસાગરશિષ્ય પં. ધર્મચંદે રાજશેખરની “કપૂરમંજરી'ની ટીકા રચી. - ૨. મહા સુદિ ૧૫ના રોજ કદાપિ ભરણી નક્ષત્ર ન જ હોય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org