________________
ચાલીશમું ]
આ॰ મુનિયદ્રસૂરિ
૪૬૫
તેમણે ગુરુની આજ્ઞા લઈ શ્રીમાલીઓના પ્રદેશમાં વિહાર કર્યાં. અહીં તેમને ઘણા શિષ્યા થયા. તેમણે હીલવાડીના સુહડપાલને દીક્ષા આપી અને સં૦ ૧૩૪૧ માં આચાર્ય પદ્મ આપ્યું. પદ્માવતીના મંત્ર, જે પેાતાને સિદ્ધ થતા નહેાતા તે પણ તેમને આપ્યા. તે પછી તેઓ સ્વર્ગસ્થ થયા. (-વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી, પ્ર૦ ૯) ૪૪. આ॰ જિનપ્રભસૂરિ—ડીલવાડીમાં તાંબી ગેાત્રના શેઢ મહીધરને રત્નપાલ નામે પુત્ર હતા. રત્નપાલને ખેતલદેવીથી પાંચ પુત્રા થયા. એ સૌમાં વચેટ સુહડપાલ હતા. આ॰ જિનસિંહે શેઠ પાસેથી તેને માગી લીધે ને સ૦ ૧૩૨૬ માં તેને દીક્ષા આપી. સ૦ ૧૩૪૧ માં કિઢવાણા નગરમાં તેમને આચાર્ય પદ આપ્યુ અને આ જિનપ્રભ નામ આપી પેાતાની પાટે સ્થાપન કર્યાં, તેમજ પદ્માવતીના વિદ્યાપાઠ પણ આપ્યા.
આ॰ જિનપ્રભસૂરિએ પદ્માવતીદેવીની વિધિપૂર્વક સાધના કરી, તેથી દેવીએ પ્રસન્ન થઈ તેમને વરદાન આપ્યુ. આચાર્યશ્રીએ દિલ્હી જઈ ધારાધર ોષી દ્વારા મહુમ્મુદ તઘલક (સ૦ ૧૩૮૨ થી ૧૪૦૭) બાદશાહને ઉપદેશ આપી પેાતાના ભક્ત બનાવ્યા અને જૈનધર્મીની મેાટી પ્રભાવના કરી. તેમણે દિલ્હીમાં ઘણા ચમત્કારો બતાવ્યા હતા.
એક દિવસ જ્યારે આચાર્ય શ્રી સ્થડિલ જતા હતા ત્યારે મુસલમાનેાએ તેમને પથ્થર માર્યો પણ તે પથ્થર આપોઆપ મારનારાએને વાગવા લાગ્યા. આચાર્યશ્રીએ ખાદશાહની બેગમની વ્યંતર પીડા દૂર કરી, આથી બેગમ તેમને પિતાતુલ્ય માનવા લાગી. કાશીના પંડિત રાઘવચેતને બાદશાહની વીંટી આચાર્યશ્રીના એઘામાં છુપાવી દીધી અને બાદશાહે જ્યારે સૌની જડતી લીધી ત્યારે તે વીંટી પડિતજીની પાઘડીમાંથી નીકળી. આચાર્ય શ્રીએ ચાડ ચાગિનીઆને વ્યાખ્યાનવેળાએ પાટલા ઉપર થંભાવી દીધી હતી. એક સાંઈકીરે બાદશાહની સભામાં પેાતાની કુલ(ટાપી) ઉડાડી આકાશમાં અદ્ધર ચડાવી દીધી. આચાર્યશ્રીએ રજોહરણ-આદ્યા માકલી તે મારકૃત ટાપીને નીચે ઉતારી દીધી. ફકીરે એક પનિહારીના ઘડાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org