________________
૪૬૧
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ પાલનપુરમાં આ૦ જિનેશ્વરસૂરિના દાંડાના બે ટુકડા થઈ ગયા, આથી તેમને લાગ્યું કે મારે ગ૭ બે ભાગમાં વહેંચાઈ જશે, તો મારે મારા હાથે એની વ્યવસ્થા કરવી જોઈએ કે, બે ભાગલા પડે છતાં મોટું નુકસાન ન થાય. એટલે તેમણે પિતાની પાટે પિતાના હાથે બે આચાર્યો સ્થાપન કર્યા.
(૧) આ જિનસિંહસૂરિ સં. ૧૨૮૦ અને (૨) આ જિનપ્રબોધસૂરિ સં૦ ૧૩૩૧.
(વૃદ્ધાચાર્ય-પટ્ટાવલી, પ્ર. ૮) આ જિનસિંહસૂરિ લાડણના શ્રીમાલી હતા. તેમનાથી સં. ૧૩૧૩ (? સં. ૧૩૩૧)માં ત્રીજે લઘુ ખરતરગચ્છ નીકળે, જેનું બીજુ નામ શ્રીમાલીગચ્છ પણ મળે છે.
આ જિનેશ્વરે સં૦ ૧૩૧૩ માં પાલનપુરમાં “શ્રાવકધર્મ પ્રકરણ” રચ્યું. ઉપાલક્ષમીતિલક સં. ૧૩૧૭ માં તેની ટીકા (ગ્રં: ૧૫૦૦૦) રચી.
આ સાલમાં ભીમપલ્લી (ભીલડિયા)માં ભ૦ મહાવીરસ્વામીનું દેરાસર બન્યું. સં. ૧૩૩૪ ના વિશાખ વદિમાં ભીલડિયામાં ગણધર ગૌતમસ્વામીની પ્રતિમા બિરાજમાન કરવામાં આવી.
આ જિનેશ્વરે “યમકમય ચતુર્વિશતિ જિનસ્તવન” શ્લેટ ૩૧, તથા “પાર્શ્વનાથ જિનસ્તવન” લે. ૨૧ની રચના કરી.
પં. સોમભૂતિએ સં.૧૩૩૧માં “જિનેશ્વરસૂરિરીક્ષારાસ’ બનાવ્યો છે. આ જિનેશ્વરે જૈન સંઘને ઘણું વિદ્વાન શિષ્યો આપ્યા છે.'
(૧) ઉપાડ વિવેકસમુદ્રમણિ–તેમનું બીજું નામ ઉપાડ વિવેકસાગર હતું. શેઠ વાહડને પુત્ર બહિત્ય, તેમના પુત્રે આ જિનેશ્વર પાસે દીક્ષા લીધી, જેઓ વિવેકસમુદ્ર નામથી વિખ્યાત થયા. તેમણે સં૦ ૧૩૦૪ ના વિશાખ સુદિ ૧૪ ના રોજ દીક્ષા લીધી. સં.
१. सूरिजिनरत्न इह बुद्धिसागरसुधीरमरकीर्तिः कविः पूर्णकलशो बुध्ः । ज्ञौ प्रबोधेन्दुगच्छ-लक्ष्मीतिलको प्रबोधेन्दुमूर्त्यादयो यद्विनेयाः ।
(–શ્રી અજયતિલકકૃત સંસ્કૃત-દ્વયાશ્રયવૃતિ પ્રશસ્તિ)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org