________________
ચાલીશમું
આ મુનિચંદ્રસૂરિ
૪૪૫
ચારી રચી ખરતરગચ્છને જન્મ આપ્યા. આમ છતાં પ્રભાવકચરિત્ર, પ્રબંધચિંતામણિ, પ્રશ્નધકાશ વગેરે ઐતિહાસિક પ્રથા, જે સમાન્ય પ્રભાવકેશનાં ચરિત્રા છે, તેમાં આ જિનદત્તના ઉલ્લેખ નથી. પરંતુ તેમનામાં એવું સામર્થ્ય હતું કે, તેમણે ચૈત્યવાસીએ સામે ટક્કર લીધી અને સ૦ ૧૨૦૪ માં એક સ્વતંત્ર મળવાન ગચ્છ સ્થાપન કર્યો. તે ખરતરગચ્છના સર્વ પ્રથમ આચાર્ય હતા અને ખરતરગચ્છ પણ આજ સુધી તેમને જ વફાદાર રહ્યો છે. એ જ કારણ છે કે, ખરતરગચ્છીએ તેમનાં મદિરા અંધાવે છે, તેમની મૂર્તિએ કે ચરણપાદુકાઓને પૂજે છે અને પ્રતિક્રમણમાં પણ તેમને જ અચૂક રીતે સંભારે છે. કહેવાની જરૂર નથી કે, ખરતરગચ્છ હશે ત્યાં સુધી આ॰ જિનદત્તનું નામ પણ અમર રહેશે.
આ જિનદત્તસૂરિએ વિવિધ સ્થાનામાં જિનપ્રતિમાએની પ્રતિષ્ઠા કરી હતી તે પ્રતિમાએ કે પ્રતિમાલેખા આજે મળતા નથી. પરંતુ કેટલાએક તિઓએ ગુરુભક્તિથી કે ગુરુભક્તો પાસેથી વધુ નકરાની રકમ મેળવવાની લાલચથી આવા પ્રતિમાલેખા કાતરાવ્યા છે. સૌ કાઈ જાણે છે કે, ૫૦ કલ્યાણવજિય ગણિએ જાહેર લેખા આપી આ પ્રતિમાલેખાના ભ્રમસ્ફેટ કર્યો છે-તેવા લેખા બનાવટી હોવાનું પુરવાર કર્યુ છે. (-આત્માનંદ પ્રકાશ)
આ જ રીતે કાઈ યતિએ ક॰ સ૦ હેમચદ્રસૂરિના નામના બનાવટી પ્રતિમાલેખે! પણ કેાતરાવ્યા છે. અમે આવા પ્રતિમાલેખા અજારીમાં જોયા હતા અને ત્યાંના શ્રીસંઘને સાફ જણાવ્યું હતું કે આ લેખા
બનાવટી છે.
ખરતરગચ્છની પટ્ટાવલી—
આ॰ જિનદત્તસૂરિ ઉપર મુજબ ખરતરગચ્છના આદિ પુરુષ છે
૧. આ૦ જિનલ્લાની સામાચારીમાં, સામાયિક તથા પૌષધમાં રિયા વહી પછી કરેમિ ભંતેનું વિધાન છે. આ॰ જિનદત્તની સામાચારીમાં સામાયિક તથા પૌષધમાં રેમિ લતે પછી ઇરિયાવહીનું વિધાન છે વગેરે તફાવત છે. (જૂઓ, રુદ્રપક્ષીયગચ્છ સામાચારી)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org