________________
૪૫ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કરી અને તે પછી ૬૪ જોગણીઓને પણ સાધી હતી.
ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં આ પીર-સાધના અને બીજી ચમત્કારની વાતે ઘણા વિસ્તારથી આપી છે, જેમાં વાયડગચ્છના આ જીવદેવસૂરિ અને મરેલી ગાયની ઘટના પ્રક. ૩૪, પૃ. પ૪૬ થી ૫૫૬) તેમજ દાદા ધર્મઘોષસૂરિ અને સાપના ઝેરની ઘટના (પ્રકટ ૪૬) વગેરે જેવા ચમત્કાર પણ સામેલ છે. એકંદરે તેમને મોટા ચમત્કારી પુરુષ તરીકે વર્ણવેલા છે.
આ જિનદત્તસૂરિ સં. ૧૨૦૪માં પાટણમાં હતા ત્યારે એક ધનિકની સ્ત્રીએ જિનમંદિરમાં આશાતના કરી. આચાર્યશ્રીએ તે માટે સખત હાથે કામ લીધું અને સાથે સાથે સ્ત્રીઓને માટે જિનપૂજાને સર્વથા નિષેધ કર્યો. આ ઘટનાથી પાટણના સંઘમાં માટે ખળભળાટ મચી ગયે. આચાર્યશ્રી તરત જ અગમચેતી વાપરીને ત્યાંથી નીકળી ગયા અને ઓષ્ટિકી વિદ્યાના બળે એકદમ જાલેર પહોંચી ગયા.
એ ઉલ્લેખ મળે છે કે, ગૂર્જરેશ્વર મહારાજા કુમારપાલે પાટણ ના જૈન સંઘની–મહાજનની અને પાટણના રાજ્યની એકતા ખમાય નહીં એટલા માટે નવી સામાચારીવાળા જેન ગચ્છને દેશવટે આપ્યો હતો. પાટણમાં પ્રવેશ તથા વસવાટ નિવાર્યો હતે. આથી પાટણના સંઘમાં શાંતિ પથરાઈ ગઈ
મહેક જિનપાલની “યુગપ્રધાનાચાર્ય-ગુર્વાવલી ”ના ઉલ્લેખથી સમજાય છે કે, આ જિનદત્તસૂરિ ગુજરાતથી બહાર ગયા તે પછી ૧. વાઝાળ (૧૨૦૪) સૌમિવ -સૌષ્ટ્રિાક્ષ
(–રાજગચ્છપાવલી, કડુઆત પદાવલી-વિવિધ પદાવલી સંગ્રહ) ૨. ખરતરગચછની પટ્ટાવલીમાં ક સત્ર આ૦ હેમચંદ્રસૂરિ તથા ગૂર્જરેશ્વર કુમારપાલના વિરોધમાં મૂઠી કલમ ચલાવી, તેનું આ જ કારણ હશે. એ ગછને વિહાર તેરમી સદીમાં ગુજરાતમાં મળતો નથી, તેનું પણ આ જ કારણ હશે. અંચલગચ્છની પટ્ટાવલીમાં જણાવ્યું છે કે, આ જયસિંહ મહારાજા કુમારપાલની સમ્મતિ મેળવી પાટણમાં રહ્યા હતા.
(-, પ્રક. ૩૫, પૃ ૧૯૫)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org