________________
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ સ્થિત આચાર્યોએ તેમને ગચ્છ બહાર કર્યા અને આ૦ જિનવલ્લભના શિષ્યોએ તેમને અમાન્ય રાખી પંજિનશેખરને આચાર્ય બનાવી સ્વતંત્ર સંઘાડે ચલાવ્યું, જે “મધુકરગચ્છ” નામથી જાહેર થયે.
આ જિનદત્ત જોતિષના અભ્યાસી હતા. તેમણે હિંમત ન હારતાં ઉત્તરમાં વિહાર લંબાવ્યો. સં. ૧૧૭૦ માં નાગરમાં પ્રવેશ કર્યો. અહીં ધનદેવ નામે શેઠ રહેતું હતું. તે આ૦ જિનવલ્લભને ભક્ત હતા. તેણે ભ૦ નેમિનાથનું દેરાસર બંધાવ્યું હતું. તેણે આ જિનદત્તને “આયતન, અનાયતન, વિધિમંદિર, અવિધિમંદિર વગેરે ચર્ચાઓ” તજી દેવા વિનતિ કરી હતી, પણ આચાર્યશ્રીએ તેને આદર ન કર્યો. આચાર્ય બિકાનેર જઈ શાંતિસ્તોત્ર પાઠથી મરકીને ઉપદ્રવ દૂર કરાવ્યું. આથી તેમને બિકાનેરમાંથી ઘણા સાધુ-સાધ્વીઓને લાભ થયો. તેમણે નારનેલની એક બાલવિધવાને ચૈત્યવાસી સાધ્વીઓની શિષ્યા બનાવી હતી, તેને નવી બનેલી સાધ્વીઓ સેંપી અને તેને મહત્તરપદ આપ્યું. ઘણું ચિત્યવાસી યતિઓને પિતાના શિષ્ય બનાવ્યા. તેમણે મુલતાન જઈ ત્યાંના ચૈત્યવાસીઓને પોતાના શ્રાવક બનાવ્યા. તેમને સંપન્ન બનાવવા માટે મકરાણામાં સાતે શુદ્ધિથી શુભ લગ્નમાં એક પવિત્ર જિનપ્રતિમા તૈયાર કરાવી, પણ તેને મુલતાન લાવતાં વચમાં નાગારમાં જ એક ચૈત્યવાસી આચાર્યો તે પ્રતિમાની અંજનશલાકા કરી નાખી. આથી મુલતાનને લાભ નાગરને મળે. વળી, તેમણે શ્રાવકોને ભટનેરાના દેરાસરની માણિ ભદ્ર યક્ષની પ્રતિમા લાવવા માટે મેકલ્યા. મુલતાની શ્રાવકે એ પ્રતિમાને ઘેરી લાવ્યા, પણ તે પ્રતિમા પંજાબની નદીઓમાં જ રહી ગઈ. આ જિનદત્તે મુલતાનથી ત્યાં જઈ પાંચ નદીઓના કિનારે માણિભદ્ર યક્ષ, મુસલમાની પાંચ પીરે, સેમ વ્યતર અને સીમા પહાડીને ખાડિયે ક્ષેત્રપાલ (ડિયે હનુમાન) વગેરે દેવની સાધના
૧. આ દીક્ષિતોની સંખ્યા ચારે પટ્ટાવલીઓમાં જુદી જુદી બતાવી છે. A અક્ષપ્ત ળિ૭૫, B ૫૦૦ સાધુ, C ૫૦૦ સાધુ અને ૭૦૦ સાધ્વીઓ D ૫૦૦ સાધુ અને ૩૦૦ સાધ્વીઓ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org