________________
૪૪૨ જૈન પરંપરાનો ઈતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ કોણ? એ જ મુખ્ય પ્રશ્ન છે. એને નિર્ણય થતાં આમાંના ઘણું વિસંવાદને આપોઆપ નિકાલ આવી જાય તેમ છે, તે આપણે તેને વિચાર કરીએ.
ખરતરંગચ્છના આદિ આચાર્ય કેણ છે? એની વિચારણામાં ૧આ જિનેશ્વરસૂરિસં. ૧૦૮૦ અને ર–આ. જિનદત્તસૂરિ સં. ૧૨૦૪, બંને આચાર્યોનાં નામે અપાય છે તો આપણે પહેલાં એ તપાસી લઈએ કે, ખરતરગચ્છની સંસ્કૃતિ એ બંનેમાંથી કોના તરફ વધુ
. (૧) પં. સુમતિગણિએ “ગણધરસાર્ધશતક' ની બ્રહવૃત્તિમાં આ જિનેશ્વરસૂરિનું ચરિત્ર દર્શાવ્યું છે તેમાં ખરતર બિરુદ મળ્યાનો ઉલ્લેખ નથી.
(૨) મહેર જિનપતિએ “યુગપ્રધાનાચાર્ય ગુર્નાવલી” (ખરતરગચછ બૃહદ્ગુર્નાવલી) રચી છે, તેમાં આ જિનેશ્વરસૂરિને ખરતર બિરુદ મળ્યાને ઉલ્લેખ નથી. '
(૩) આ જિનેશ્વરની પરંપરાના સુવિહિત આ દેવભદ્ર, આ૦ ચકેશ્વર આ૦ વર્ધમાન, આ૦ પત્ર, આ૦ પદ્મપ્રભ વગેરે આચાર્યો શિલાલેખમાં અને ગ્રંથમાં પિતાને વડગછના બતાવે છે જ્યારે આ જિનદત્તની પરંપરાના આચાર્યો પિતાને ખરતરગચ્છના બતાવે છે.
(૪) આ જિનવલ્લભના શિષ્ય પિતાને “મધુકર ” ના બતાવે છે અને આ જિનદત્તની પરંપરાના આચાર્યો પિતાને ખરતર બતાવે છે.
(૫) આ જિનેશ્વરના શિષ્ય વડગ૭ની સામાચારીને વફાદાર રહે છે. આ જિનદત્તના શિષ્ય ખરતરગચ્છની સામાચારીને વફાદાર રહે છે.
(૬) ખરતરગચ્છવાળા આ૦ જિનેશ્વરને નહીં કિન્તુ આ૦ જિનદત્તસૂરિને જ દાદા (ગચ્છના આદિ પુરુષ) માને છે, તેમની મૂર્તિઓ તથા પગલાંની સ્થાપના કરે છે-પૂજા કરે છે, પ્રતિકમણમાં તેમની જ આરાધના કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org