________________
૪૪૦ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ [ પ્રકરણ
૮. સં. ૧૨૮૦ ને આબુરાસ, સં. ૧૨૯૦ ની પ્રબંધાવલી સં. ૧૪૦૫ને આ રાજશેખરને પ્રબંધકેશ, સં. ૧૪૬૬ ની આ મુનિસુંદરની ગુર્નાવલી, સં. ૧૪૮૦ ને આ૦ સેમસુંદરસૂરિને અબુંદકલ્પ, સં. ૧૬૨૨ ને ૫૦ કુલસાગરગણુને ઉપદેશસાર વગેરે એતિહાસિક ગ્રંથોમાં ઉલ્લેખ છે કે, ચાર ગ૭ના આચાર્યોએ આબુ ઉપર સં. ૧૦૮૮ માં વિમલવસતિની પ્રતિષ્ઠા કરી હતી. (જૂઓ, પ્રક. ૩૫, પૃ. ૧૮૩) ખરતરગચ્છીય મહાજિનપાલગણી “યુગપ્રધાનાચાર્ય-ગુર્નાવલીમાં, આ જિનપ્રભસૂરિ “વિવિધતીર્થકલ્પમાં વિમલવસતિના પ્રતિષ્ઠાપક તરીકે આ૦ વર્ધમાનસૂરિને બતાવતા નથી જ, છતાં પટ્ટાલીકારે તેના પ્રતિષ્ઠાપક તરીકે આ૦ વર્ધમાનસૂરિને ગોઠવે છે. એ જ રીતે અંચલગચ્છના પટ્ટાવલીકારે તેના પ્રતિષ્ઠાપક તરીકે વલભીગચ્છના આદમપ્રભસૂરિને બતાવે છે.
૯. ખરતરગચ્છની પટ્ટાવલીઓમાં ફધિતીર્થની પ્રતિષ્ઠા તવૃત બતાવી છે. મહો. ક્ષમાકલ્યાણે પર્વકથામાં આ૦ વાદિદેવસૂરિના વાસક્ષેપથી ફલોધિતીર્થની સ્થાપના જણાવી છે. છતાં કઈ કઈ લેખક એને યશ ખરતરગચ્છને આપે છે.
૧૦. આઈન ઈ અકબરી, બાદશાહી ફરમાને, અકબર બાદશાહે આ જિનચંદ્રને આપેલું મુલતાનનું ફરમાન અને તત્કાલીન ગ્રંથના આધારે નક્કી છે કે, પૂ આ જગદગુરુ શ્રીહીરવિજયસૂરિએ સમ્રાટ અકબરને પ્રતિબંધ કર્યો અને દયાપ્રેમી બનાવ્યું, જ્યારે પટ્ટાવલીકારેએ આ૦ જિનચંદ્ર સમ્રાટ અકબરને પ્રતિબંધ કર્યાનું જણાવ્યું છે.
૧૧. તુજ કે જહાંગીરના ઉલ્લેખથી સ્પષ્ટ થાય છે કે, બાદશાહ જહાંગીર આ જિનચંદ્રના પટ્ટધર ઉપાઠ માનસિંહ (આ૦ જિનસિંહ) પ્રત્યે નારાજ હતું અને તેથી તેણે આગરામાં તેમના યતિઓનો વિહાર બંધ કરાવ્યું હતું. (જૂઓ, પ્રક. ૪૪, જહાંગીર) આ જિનચકે, મહ૦ વિવેકહર્ષગણિ, પં. મહાનંદ, પં, પરમાનંદ વગેરેના સહયોગથી તે વિહાર ખુલ્લો કરાવ્યો હતો જ્યારે કઈ કઈ લેખક વિહાર બંધ કરાવ્યાને દોષ બીજાઓ ઉપર ઓઢાડવા પ્રયત્ન કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org