________________
૪૩૮,
જેન પરંપરાને ઈતિહાસ-ભાગ રજે [ પ્રકરણ ૧. ખરતરગચ્છની જુદી જુદી પટ્ટાવલીઓમાં ગુરુપરંપરા જુદી જુદી મળે છે. ખરતરગચ્છની પદ્યપટ્ટાવલીમાં અને મહેર ક્ષમાલ્યાણ ની પટ્ટાવલીમાં પણ પટ્ટાનુકમ વિભિન્ન છે.
૨. આ અભયદેવસૂરિ પિતાની નવાંગીવૃત્તિમાં પિતાને આ જિનેશ્વર તથા આ૦ બુદ્ધિસાગરના પટ્ટધર બતાવે છે, જ્યારે પટ્ટાવલીકારે તેમને આ૦ જિનચંદ્રની પાટે ગઠવે છે અને દર ચોથી પેઢીએ આ જિનચંદ્રનું નામ રાખવાનું જોડે છે. (જૂઓ, પ્રક. ૩૬, પૃ. ૨૧૮)
૩. આ અભયદેવસૂરિ–નવાંગીવૃત્તિઓમાં, આ દેવપ્રભ “મહાવીરચરિય”માં, આ૦ ચકેશ્વર તથા આ૦ વર્ધમાનસૂરિ પ્રતિમાલેખમાં પિતાને ચંદ્રકુલના, વડગચ્છના અને સુવિહિત શાખાના જણાવે છે, જ્યારે પટ્ટાવકારો તેમને ખરતરગચ્છના લખે છે અને આ જિનહંસ તે આ૦ ઉદ્યોતનસૂરિને પણ ખરતરગચ્છમાં ગોઠવે છે.
જ. નેમિકુમાર પિરવાલ સં. ૧૧૩૮ ની “વિસે સાવસ્મયભાષ્ય”. ની ટીકાની પુષ્યિકામાં આ૦ જિનવલ્લભને અને આ જિનવલ્લભ પિતાના પ્રશ્નોત્તરષષ્ટિશતક” તથા “અષ્ટસપ્તતિ ”માં પિતાને આ જિનેશ્વરના શિષ્ય બતાવે છે. વળી, સુવિહિત આ દેવભદ્ર તેમને સં. ૧૯૧૭ માં આચાર્ય પદ આપે છે, ત્યારે આ અભયદેવસૂરિની પાટે તેઓના હાથે સ્થાપેલા આ૦ વર્ધમાનસૂરિ વિદ્યમાન હતા (પ્રક. ૩૬, પૃ. ૨૧૩) એટલે તેમની પાટે બીજા આચાર્યોની જરૂરત નહોતી છતાં પટ્ટાવલીકારો આ જિનવલ્લભને આ અભયદેવની પાટે ગઠવે છે.
- પ. “પ્રભાવક ચરિત” ના ઉલ્લેખથી સ્પષ્ટ છે કે, સુવિહિત સાધુપરંપરા પ્રાચીન કાળથી ચાલુ હતી જ. તે સાધુઓને માત્ર પાટણમાં પ્રવેશ થતો નહોતો. આ જિનેશ્વર તથા આ૦ બુદ્ધિસાગરે પાટણમાં આવી વાદવિવાદ કરીને નહીં પરંતુ પિતાના ત્યાગ, તપ અને જ્ઞાનના
સિંધો જૈન ગ્રંથમાળાએ સં. ૨૦૧૩ માં “ ખરતરગચ્છ બ્રહદ્ ગુર્નાવલી' પ્રકાશિત કરી છે, જેમાં સં. ૧૩૦પની યુગપ્રધાનાચાર્ય પદાવલી અને સંતુ ૧૫૮૨ લગભગની “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી' છપાવી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org