________________
આડત્રીશમું ] આ સર્વ દેવસૂરિ ક્ષમા સાથેનું સામર્થ્ય અને ત્યાગભાવના સાથે પૈસે–આ ચારે વસ્તુ અત્યંત દુર્લભ છે.
મહં. અનુપમાદેવી સૌને છૂટે હાથે દાન આપતી હતી, તેથી તે ષદર્શનમાતા તરીકે ખ્યાતિ પામી હતી. તેનું કંકણ કાવ્ય હતું. તેના હાથે અપાય કે બીજાઓ મારફત અપાય તેનું ફળ મળે કે ન મળે પણ પિતાના હાથે જ અપાય તેનું ફળ મળે જ છે.
- તેણે નંદીશ્વર તપના ઉજમણુમાં જિનપ્રાસાદ પૂરો ન થાય ત્યાં સુધી એકાસણું કરી વામદેવ સલાટ દ્વારા શત્રુંજય તીર્થમાં નંદીશ્વર જિનપ્રાસાદ બનાવ્યું અને તે જ તીર્થમાં અનુપમ સરોવર બંધાવ્યું. . તેણે સં. ૧૨૯૨ માં પંચમીતપનું ઉજમણું કર્યું, ત્યારે ૨૫ સમવસરણ બનાવ્યાં, શત્રુંજયતીર્થની તળેટીમાં ૩૨ વાડીઓ, ગિરનારતીર્થની તળેટીમાં ૧૬ વાડીએ બનાવી. તેજલપુરમાં જિનાલય, પિપાળ, તેની સાથે કુમાર સરોવર બનાવ્યાં. ઝાઝરિયા ગામમાં જિનપ્રાસાદ, વાવ અને તળાવ બનાવ્યાં હતાં. તેણે લુણિગવસહીના નિભાવ માટે ડાક અને ડમાણી ગામ અપાવ્યાં, તપોધનના ઉપકરણો માટે તે તે નામનાં પાત્ર, દેરૂ, લી, દાંડા વગેરે ગામ આપ્યાં.
(–પ્રબંધાવલી, પુરા પ્ર. સ0, પૃ૦ ૬૩, ૬૫) સમકાલીન કવિઓએ પણ મહં. અનુપમાની ખૂબ પ્રશંસા કરી છે, જેમકે – - “લક્ષમી ચંચળ છે, પાર્વતી ચંડી છે, ઇંદ્રાણી શક્યવાળી છે, ગંગા નીચે વહેનારી છે, સરસ્વતી તે કેવળ વાણીના સારવાળી છે, પણ અનુપમા અનુપમ છે.”
એટલે ભારતીય નારીઓના ઇતિહાસમાં અનુપમાનું સ્થાન અનુ પમ છે એમ કહેવામાં અતિશયોક્તિ નથી. . અનુપમાદેવીએ સં. ૧૨૯૩ના પિષ સુદિ ૧૩ ના રોજ વડ ગચ્છના આ૦ મદનચંદ્રસૂરિને “ઘનિર્યુક્તિ” વહોરાવી હતી. તેની પુષ્યિકામાં તેને....મહું વગેરે વિશેષણે વાપરેલાં છે. . (પ-૧૧) સાત પુત્રીઓ–૧. જાહુ (ભાઉ), ૨. માઉ, ૩,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org