________________
૩૭૬ જૈન પરંપરાને ઇતિહાસ-ભાગ ૨ [ પ્રકરણ પત્નીનું નામ હરેદેવી અને પુત્રનું નામ રાસિલ તથા નાનુ હતાં. બને પુત્ર રૂપાળા હતા. તેમાં રાસિક પુણ્યશાળી, વ્યવહારનિપુણ, વિશાળ મનને, સમૃદ્ધ, ઉદાર, સુમતિ, પરગજુ, પોપકારી અને ધર્મપ્રેમી હતે. હરિએ વડગચ્છના આઠ વાદિદેવસૂરિની પરંપરા આ૦ ગુણસમુદ્ર પાસે દીક્ષા લીધી અને હરિભદ્ર નામે મુનિ થયા. તે સાધુભક્ત હતા. સાધુવાત્સલ્યમાં સદા તત્પર રહેતા. તેઓ ગુરુની આજ્ઞા મેળવી, શત્રુંજય ગયા અને અનશન લઈ સ્વર્ગ સંચર્યા.
૬. નાનું–તે હરિ ના પુત્ર હતે. ધર્માત્મા હતું. તેણે સં. ૧૪૧૪ ના ફાગણ સુદિ ૫ ને ગુરુવારે રામસેનમાં રાજગચ્છના આ૦ માણેકચંદ્રસૂરિએ સં. ૧૨૭૬ માં રચેલા “શ્રી શાંતિનાથચરિત્ર” (સર્ગ: ૮;ગ્રં : પપ૭૪)ની પ્રતિ લખાવી, આ ગુણસમુદ્રસૂરિને વહેરાવી. એ આચાર્યશ્રીએ જ તેની પુષ્પિકામાં પ્રસ્તુત દાનપ્રશસ્તિ આપી છે.
(જૂઓ, શાંતિનાથચરિત્ર પ્રશસ્તિ,
પ્રક. ૩૫, પૃ૦ ૩૮, સં૦ ૧૪૧૪) (૨) વરણુગવંશ
૧. વરણાગ–શ્રીમાલીવંશમાં વિયદુ નામે બહુ યશસ્વી શેઠ હતું. તેણે સંઘભક્તિ કરવા સાથે દેરાસર, વાવ, દાનશાલા, પરબ વગેરે બંધાવ્યાં હતાં. તે કચ્છના કંથકેટમાં રહેતો હતો. તેને વરણાગ નામે પુત્ર થયે. તે ધર્માત્મા હતું. તેણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘ કાઢયા હતા. ગરીબેને ખૂબ મદદ કરી દાનવીર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. (રામસેનને વરણાગ આ કંથકોટના વરણાગથી જુદો સમજ.)
૨. વાસ–તે મેટે દાની અને સત્યવાદી હતું. તેને ૧. વીસલ, ૨. વીરદેવ, ૩. નેમિ, ૪. ચાંડૂ અને ૫. શ્રીવત્સ નામે પુત્રો થયા.
૩. વીસલ–તે ગુણવાન હતું. તેને ૧ લક્ષ, ૨ સુલક્ષણ, ૩ લાક અને ૪ સહી નામે પુત્ર હતા. શેઠ વીસલ મરીને દેવ થયે. લક્ષ વિદ્વાન હતો. સુલક્ષણ સગુણ હતો. સલાક યશસ્વી હિતે. સહી પિતાને ગુણેથી લોકપ્રિય બન્યા હતા. તે શાંત અને દાનવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org