________________
૩૭૮ જૈન પરંપરાને ઈતિહાસ-ભાગ
[ પ્રકરણ આથી બંને વચ્ચે હરિફાઈ ચાલી. શિલા લઈ લેવા માટે બંને વચ્ચે ચડાવે છે. આખરે જયંતસિંહે ત્યાંના રાજાને ત્રણ લાખ રૂપિયાની રકમ આપી તે શિલા પિતાના કબજે કરી. તેણે ત્યાં જગડૂ શાહને યશ વધાર્યો અને શિલાને વહાણમાં ચડાવી ભદ્રેશ્વર પહોંચાડી. જગડૂ શાહે તે શિલા ઓટલા આગળ પગ દેવાની જગાએ મૂકી.
જગડુ શાહે એક દિવસ એક ગીના મુખથી સાંભળ્યું કે, “આ શિલા છુપાવી રાખવા જેવી છે. એટલે જગાડૂ શાહે તે શિલાને તેડી નાખી તે તેમાંથી તેને રત્નને સંગ્રહ મળી આવ્યું.
એક દિવસે થરપારકરના રાજા પીઠદેવે કચ્છ ઉપર ચડાઈ કરીને રાજા ભીમદેવે બંધાવેલે ભદ્રેશ્વરને કિલે તોડી નાખ્યું અને જાહેર કર્યું કે, “હવે તો જે ગધેડાને શીંગડાં ઊગે તો જ ભદ્રેશ્વરને કિલ્લે બને.”
જગડૂ શાહે પાટણથી ગુજરાતના રાજા ભીમદેવના અને અરાજ સોલંકીના પુત્ર લવણપ્રસાદ પાસેથી સૈન્યની મદદ મેળવી સેનાની દેખરેખ નીચે છ મહિનામાં ભદ્રાવતી નો કિલ્લે ઊભો કર્યો. તેના એક ખૂણાના ભાગમાં રાજા પીઠદેવની માતાની મૂર્તિ અને તેની ઉપર શીંગડાવાળો ગધેડે બનાવ્યો. તેના શીંગડાંને સેનાથી મઢી લીધાં. રાજા પીઠદેવ આ જોઈ, આઘાત પામી મરણ પામે.
પૂનમિયાગચ્છના આ૦ પરમદેવે શંખેશ્વર તીર્થમાં વર્ધમાન તપ શરૂ કર્યું. સં. ૧૩૦૨ ના માહ સુદિ પ ના દિવસે શ્રવણ નક્ષત્રમાં કડેદમાં શેઠ દેવપાલના ઘરેથી આહાર વહેરી પારણું કર્યું. તેમણે સાત યક્ષને ઉપદેશ આપી શંખેશ્વરના ભક્ત બનાવ્યા. રાજા દુર્જનશિલ્યને શંખેશ્વર તીર્થની ઉપાસના કરાવી, કેઢ રેગથી મુક્ત કરાવ્યું અને એ જ રાજા પાસે શંખેશ્વર તીર્થને ઉદ્ધાર કરાવ્યું. તે પછી આ૦ પરમદેવ ભદ્રાવતી તીર્થની યાત્રાએ પધાર્યા. તેમના ઉપદેશથી જગડૂ શાહ ધર્મપ્રેમી બન્યો.
આ સમય દરમિયાન રાજા ભીમદેવ સેલંકીના મરણ પછી વિરધવલ તથા વીસલદેવ (સં. ૧૩૦૨ થી ૧૩૧૮) ગુજરાતના રાજા બન્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org