________________
જૈન પર પરાના ઇતિહાસ-ભાગ ૨ો
[ પ્રકરણ
આ કાર્ય અધિષ્ઠાયક દેવનું છે એમ સમજી સત્ર પાર્શ્વનાથ ભગવંતના ચમત્કાર ફેલાયે..
(–થંભણ પાર્શ્વનાથ સ્તવન, સેરિસા પાર્શ્વનાથ સ્તવન, શ ખેશ્વર પાર્શ્વનાથ સ્તવન–રાસ, ઢાળ ૧૫-૨૪ રચના સ૰૧૮૧૧ ફાગણ સુદ ૧૩ સોમવાર, પ્રક૦ ૫૮ મહેા૦ કલ્યાણવિજય ગણિની શ્રમણપર પરા ન ૬૬ ૫૦ નેમિનાથગણિ વીરવ શાવલી)
૪૮
અતરીક્ષ પાર્શ્વનાથતીથ (સ’૦ ૧૧૪૨)
લંકા નગરીના પ્રતિવાસુદેવ રાજા રાવણના માનીતા માલી તથા સુમાલી રાવણુની આજ્ઞાથી વિમાનમાં બેસી કાઈ કામ માટે નીકળ્યા. તે તીથ કરની પૂજા કર્યાં સિવાય ભાજન કરતા નહેાતા. કેાઈ વેળાએ તે તે વિદ'માં નીચે ઊતર્યાં. નાકરે રસોઈ તૈયાર કરેલી પરંતુ તે જિનપૂજાની પેટી લંકામાં જ ભૂલી આવ્યા હતા. એટલે તેણે શુદ્ધ ભાવથી શ્રીપાર્શ્વનાથ ભગવતની કણાવાળી પ્રતિમા વેળુની બનાવીને માલી-સુમાલીએ તેની પૂજા કરી, અને તેને પાસેના સરોવરમાં (કુવામાં) પધરાવી દીધી. એ પ્રતિમા ત્યાં વજ્ર જેવી કઠણ બની ગઈ. કૂવાને દેવ તેને પૂજવા લાગ્યા. એ સ્થળ મત્સ્ય દેશના વિંગાલી વિભાગનું વૈરાટ (વેદી) નગર હતું. તેથી તે વિભાગ વરાડ નામે પ્રસિદ્ધ થયા.
એલિચપુરમાં શ્રીપાલ નામે રાજા હતેા. તેના શરીરમાં કાઢ રાગ ફૂટી નીકળ્યા એટલે તે રાજપાટ છેડીને અતઃપુરને સાથે લઈ જ ગલમાં જઈ વસ્યા. તેણે એક દિવસે સાંજે તે જ સરોવરમાં હાથપગ ધાયા અને પાણી પીધું તેથી તેને તે રાત આરામમાં પસાર થઈ. રાણીએ જોયું તે રાજાના કાઢ રાગ શમી ગયા હતા. તેણે રાજા પાસેથી ગઈ કાલની સહકીકત જાણી અને તળાવ પાસે જઈ ને ધૂપ-દીપ કર્યાં. રાણીને તે રાતે સ્વપ્ન આવ્યું કે, ‘ અહીં ભગવાન પાર્શ્વનાથની પ્રતિમા છે. તેના પ્રભાવથી રાજાને આરામ થયેા છે. હવે તમે આ પ્રતિમાને બહાર કાઢી તમારા સ્થાને લઈ જાઓ. સાત દિવસના જન્મેલ ગાયના વાછરડાંની જોડીથી જોતરેલા રથમાં પ્રતિમાજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org