________________
ચાલીસમું ] આ મુનિચંદ્રસૂરિ
૪૩૧ એક સ્વતંત્ર ગચ્છના પ્રતિષ્ઠાપક બની ગયા. તેમની શિષ્ય પરંપરામાંથી મધુકરગચ્છ, ખરતરગચ્છ અને રુદ્રપલ્લીપગચ્છ નીકળ્યા. એ જ કારણે તે ગોની સામાચારીઓ ભિન્ન ભિન્ન મળે છે.
આ જિનવલ્લભસૂરિ આચાર્ય થયા પછી માત્ર છ મહિના જીવ્યા હતા. સં. ૧૧૬૭ ના કાર્તિક વદિ ૧૨ ના રોજ કાલધર્મ પામ્યા હતા. “વૃદ્ધાચાર્ય પ્રબંધાવલી”માં લખ્યું છે કે, તેઓ સ્વર્ગ ગયા ત્યારે એ ગચ્છમાં આઠ આચાર્યો હતા.
આ જિનવલ્લભસૂરિએ ગણિપદ અને આચાર્યપદ મળ્યા પછી ઘણુ ગ્રંથની રચના કરી હતી.
૧. પિંડવિહિપગરણ, સં. ૧૧૪૪. ૨. સૂક્ષ્માર્થસિદ્ધાંતવિચાર (સાર્ધશતક), ગાથાઃ ૧૫૦. ૩. ષડશીતિ આગમિકવસ્તુવિચાર. ૪. પિસહવિધિ પ્રકરણ, ૦ ૪૦ (જેમાં પ્રથમ ઈરિયાવહી
પડિક્કમીને પિસહ લેવાનું વિધાન છે.) ૫. સંઘપટ્ટક. ૬. પ્રતિક્રમણ સામાચારી. ૭. ધર્મશિક્ષા. ૮. ધર્મોપદેશ–દ્વાદશકુલકસંગ્રહ. ૯ પ્રશ્નોત્તર ષષ્ટિશતક, શ્લો૦ ૧૬૦. ૧૦. શૃંગારશતક. ૧૧. સ્વપ્નાષ્ટકવિચારસંગ્રહ. ૧૨. ચિત્રકાવ્ય. ૧૩. લઘુ-અજિતશાંતિસ્તવ. ૧૪. ભાવારિવારણસ્તોત્ર. ૧૫. પંચકલ્યાણકર્તાત્ર, ગાથા ૨૬. ૧૬. જિનસ્તોત્ર. ૧૭. પાર્થસ્તોત્ર, લે૯ ૧૮. વીરસ્તવ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org