________________
૪૩૩
ચાલીશમું ]
આ૦ મુનિચંદ્રસૂરિ એ બૃહદ્રવૃત્તિ બનાવી. ઉપાટ હર્ષરાજે લઘુવૃત્તિ રચી, સં. ૧૫૧૩ માં શેઠ વરદાસના પુત્ર શેઠ હમીરના પુત્ર પં. લક્ષ્મીને લઘુવૃત્તિ રચી. સં. ૧૬૧૯માં પં૦ સાધુ કીતિએ અવચૂરિની રચના કરી.
‘દ્વાદશકુલક ઉપર સં. ૧૨૯૩ માં ઉપાટ જિનપાલે વૃત્તિ રચી છે. તેમણે સ્વપ્નાષ્ટક ઉપર સં. ૧૨૯૨ માં ભાષ્ય રચ્યું છે.
પ્રશ્નોત્તરશતક ઉપર સં૦ ૧૪૮૩ માં તપાગચ્છીય આ૦ સેમસુંદરસૂરિશિષ્ય............ટીકા રચી છે. સં. ૧૬૪૦ માં ઉપાડ પુણ્યસાગરે વૃત્તિ રચી છે.
સ્તોત્રો ઉપર જુદા જુદા વિદ્વાનોએ વૃત્તિઓ બનાવી છે. આ રીતે આ૦ જિનવલ્લભસૂરિના ગ્રંથ પ્રતિષ્ઠા પામ્યા હતા.
તેમના શિષ્ય પં. રામદેવગણિએ સં. ૧૧૭૩ લગભગમાં ષડશીતિ’નું ટિપન, “સત્તરિનું ટિપ્પન તથા “સિદ્ધાંતવિચારનું પ્રાકૃત વિવરણ રચ્યું છે.'
પંનેમિકુમાર પિોરવાલે સં૦ ૧૧૩૮ માં પં. જિનવલ્લભગણિ માટે કેટવાચાર્યના “આવસયભાષ્ય” ઉપરની ટીકા લખેલી છે અને નેમિચંદ્ર ભાંડાગારિકે “સઊિંસય પગરણું બનાવ્યું છે તથા સં૦ ૧૨૪૫માં જૂની ગુજરાતીમાં આ૦ જિનવલ્લભસૂરિનું ગીત બનાવ્યું છે. નેમિકુમાર અને નેમિચંદ્ર ભાંડાગારિક એ બંને જુદી જુદી વ્યક્તિઓ છે. નેમિકુમારે વિશેષભાસની અંતે જોડેલી પુષ્યિકાથી આ જિનવલલભના ગુરૂને નિર્ણય થઈ જાય છે અને તેમની ઉમ્મરનો અંદાજ પણ મળી રહે છે.
૧. આ મહેન્દ્રસૂરિ લખે છે કે, વડશીતિના ટિપ્પણુમાં અનાયતનની ચર્ચા છે. પરંતુ પ્રતિમામાં મારા-તારાને ભેદ રાખવે એ સર્વજ્ઞનો અભક્તિ છે. અરિહંતને પરાયા માનવાથી પથ્થર અને પિત્તલ જ પિતાનાં રહે છે. ગુરુને પક્ષપાત ઊડી જાય છે. ચૈત્યમાં વિધ્ર નાખવાથી મહામિથ્યાત્વ લાગે છે. ગ્રંથભેદનો અસંભવ થઈ જાય છે વગેરે વગેરે. (–શતપદી પદઃ ૧૦૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org